અમદાવાદ : વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે ઉંદર મારવાની દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ  

વ્યાજખોરોના વિરૂદ્ધમાં દાણીલીમડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

દાણીલીમડા માં રહેતા બિલ્ડરને પૈસાની જરૂર પડતા તેના મિત્ર એ વ્યાજે પૈસા દેવડાવ્યા હતા. ત્યારે વ્યાજખોર વારંવાર બિલ્ડરને ધમકી આપી  વ્યાજની માંગણી કરતો હતો. દરમિયાન વ્યાજખોરે બિલ્ડરની પ્રોપર્ટી પડાવી એમાં સીસીટીવી કેમેરા મુકાવી નજર રાખતો હતો. જેથી બિલ્ડર ડરીને દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે દાણીલીમડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
 
શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા શીતલ ફ્લેટમાં રહેતા ઝાકીર હુસેન કુરેશી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન નું કામ કરે છે. દરમિયાન ત્રણેક વર્ષ પહેલાં બોમ્બે હોટેલ  પાસે રોશન રેસીડેન્સી નામની ફ્લેટની સ્કીમ માટે પૈસાની જરૂર પડતાં તેમણે તેમના મિત્ર રસીદ ખાને વ્યાજે પૈસા લેવા બાબતે વાત કરી હતી અને રસીદખાન એ તેઓને લિયાકત મિર્ઝા અને ઇકબાલ ખાન સાથે મુલાકાત કરાવી હતી. જોકે બંને વ્યક્તિઓએ પૈસા વ્યાજે આપવાની તૈયારી બતાવી હતી. ત્યારે ઝાકીર હુસેન એ ઈકબાલ ખાન પઠાણ પાસેથી 50 થી 60 લાખ જેટલી રકમ વ્યાજ પર લીધી હતી. જે રકમ વ્યાજ સાથે થોડા સમય પછી પરત પણ આપી હતી. પરંતુ ઈકબાલ પઠાણ પૈસાની વધુ લાલચમાં આવી ઝાકીર હુસેન પાસે બીજા 25થી 30 લાખથી વધારે માગતો હતો અને ઝાકીર હુસેન એ લિયાકત મિર્ઝા પાસેથી ટુકડે-ટુકડે 16 લાખની રકમ વ્યાજ એ લઈ ચૂકવી દીધા હતા.
 દરમિયાન વ્યાજ પેટે વધુ રકમ પડાવી લેવા માટે ઈકબાલ પઠાણ અને લિયાકત મિર્ઝા બંને લોકો ઝાકિરભાઈને ધાકધમકી આપી મારામારી કરતા હતા. ઝાકીર હુસેનને ડરાવી ધમકાવી ફ્લેટના લખાણ ઉપર સહી કરાવી તેનો કબજો લઈ લીધો હતો. જેથી ઝાકીર હુસેન તેમની ફ્લેટની સ્કીમ ઉપર પણ જઇ શકતા ન હતા. એટલું જ નહીં ઈકબાલ ખાને પણ ફ્લેટમાં કબજો લઇ ત્યાં સીસીટીવી કેમેરા ફીટ કરાવી દીધા હતા. જયારે ઝાકીર હુસેન ત્યાં જાય તો મોબાઈલ ની મદદ થી સીસીટીવી ફૂટેજ જોઈને ત્યાં શું કામ આવેલો તેમ કહી ધમકીઓ આપતો હતો.

જેથી બંને વ્યાજખોરોની વ્યાજની માંગણી તથા ધમકીથી ડરી જઈને શુક્રવાર બપોરના રોજ ઝાકીર કુરેશીએ ઉંદર મારવાની દવા પી લીધી હતી. દરમિયાન તેઓ બેહોશ થઈ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો. ઝાકીર કુરેશીએ વ્યાજખોર ઇકબાલ ખાન અને લિયાકત મિર્ઝા ના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 58 ,  2