મુંબઈમાં અભિનેતા સુનીલ શેટ્ટીની બિલ્ડીંગને કરાઇ સીલ

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કાર્યવાહી

દેશમાં કોરોના વાયરસની ગતિ મંદ પડી છે જ્યારે બીજી બાજુ મુંબઇમાં કોરોના પોઝિટિવ કેસો ફરી વધતા માથું ઉચક્યું છે. મુંબઇના અલ્ટામાઉંટ રોડ પર સ્થિત પૃથ્વી અપાર્ટમેન્ટની બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી છે. બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીનું ઘર પણ આ જ બિલ્ડીંગમાં છે.

બિલ્ડીંગને સીલ કરવાના કારણમાં કહેવામાં આવ્યું છે કે તે બિલ્ડીંગમાં કોરોનાના કેસ વધારે છે. જોકે, ફેન્સને જાણીને ખુશી થશે કે સુનીલ અને તેનો પરિવાર મુંબઇની બહાર છે.

આ અંગે મુંબઇના ડી વૉર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર પ્રશાંત ગાયકવાડે કહ્યું કે, આ બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી છે. મુંબઇના ડી વૉર્ડની અન્ય 10 જગ્યાને પણ સીલ કરી દેવામાં આવી છે. તેમાં માલાબાર હિલ્સ અને પેડર રોડ પણ સામેલ છે. કોરોનાની બીજી લહેરમાં હાઇ રાઇઝ જગ્યાઓથી 80 ટકા કેસ સામે આવ્યા હતા.

 16 ,  1