આખલાએ શીંગડા મારીને વૃદ્ધાના પેટના આંતરડા કાઢી નાંખ્યા…

ગીર સોમનાથમાં આખલાનો આતંક, તરફડિયા મારતા ગયો જીવ

ગુજરાતમાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય વધી રહ્યું છે તોય મોટાભાગની મહાનગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી જેના પગલે નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ત્યારે આવામાં ઉનામાં એક આખલાએ વૃદ્ધ મહિલાનો જીવ લીધો છે. આખલાએ મહિલા પર એવો હુમલો કર્યો કે, આખલાએ વૃદ્ધાને પેટમાં શીંગડા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા. વૃદ્ધ મહિલા તરફડીને મોતને ભેટ્યા હતા.

ઉનાના પાલડી ગામે આખલાનો આતંક છવાયેલો છે. ઉનાના રસ્તાઓ પર પણ રખડતા ઢોરોનું સામ્રાજ્ય જોવા મળે છે. ઉનાના પાલડી ગામે વાસ વિસ્તારમાં રહેતા કમરણબેન બાબરીયા વૃદ્ધા 65 વર્ષની ઉંમરના છે. તેઓ પોતાના ઘરની બહાર જ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક રખડતો આખલો ત્યાં આવી ચઢ્યો હતો. આખલાએ કરમણબેનને શીંગડા માર્યા હતા. આખલાનો હુમલો એટલો ભારે હતો કે, વૃદ્ધાના પેટના આંતરડા બહાર આવી ગયા હતા. આ ઘટના બાદ આસપાસના લોકો મદદે આવ્યા હતા, તેઓએ મહામહેનતે આખલાને દૂર કરીને કરમણબેનને છોડાવ્યા હતા. કમરણબેનને રસ્તા પર જ તરફડિયા મારતા જીવ છોડ્યો હતો.

બીજી તરફ, વૃદ્ધાના મોતથી ગ્રામજનોમાં આખલાને લઈ ભયનો માહોલ ફેલાયો હતો. લોકોએ ગાંડા થયેલા આખલાને કાબૂમાં પ્રયાસ કર્યો હતો, પણ આખલો કાબૂમાં આવ્યો ન હતો. આખલો બળ કરીને છૂટી ગયો હતો. ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. તો નવાબંદર મરીન પોલીસે ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી