મંત્રીમંડળનું વિસ્તરણ નહી થાય, માત્ર આ બધી વાતો હવામાં : CM રૂપાણી

મંત્રીમંડળની વિસ્તરણની કોઈ વાત નથી – મુખ્યમંત્રી

ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવી છે, ત્યારે થોડા સમય પહેલા જ એવા અહેવાલો વહેતા થયા હતા કે, રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેમજ બોર્ડ નિગમોમાં નિમણૂકો કરવામાં આવશે. જોકે, આજે ખૂદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મંત્રી મંડળની વાત માત્ર હવા છે. મંત્રીમંડળની વિસ્તરણની કોઈ વાત નથી. કોઈ બાર્ડ નિગમની વાત નથી.

મંત્રીમંડળના વિસ્તરણને લઇને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી, માત્ર આ બધી વાતો હવામાં છે. મુખ્યમંત્રીએ મંત્રીમંડળના વિસ્તરણને લઇને ચાલી રહેલી ચર્ચાઓને પૂર્ણવિરામ મુકી દીધો હતો. 

 63 ,  1