વિદેશીઓને ઠગતુ કોલ સેન્ટર ઝડપાયું, પોલીસે યુવકની ધરપકડ કરી

સસ્તા વ્યાજદરની લોન આપવાનું કહી 25થી 30 ડોલર પડાવતો હતો

શહેરના રામોલ વિસ્તારમાં વિદેશીઓને ઠગતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે યુવકની ધરપકડ કરી છે. યુવક વિદેશીઓને સસ્તી લોન આપવાનું કહી કમિશન અને પ્રોસેસિંગ ફી પેટે 25થી 30 ડોલર પડાવી લેતો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રામોલ પોલીસ મથકમાં ફરજ બજાતા મહેન્દ્ર દાજીવારને બાતમી મળી હતી કે, માધવ હોમ્સમાં રહેતો હીરેન પંકજભાઇ સુથાર પોતાના ઘરે પ્રોફેશનલ કોલર ક્લોઝર બની અનધિક્રુત કોલસેન્ટર ચલાવી રહ્યો છે. તે વિદેશની કંપનીમાંથી બોલી રહ્યો હોવાનું કહી ઓછા વ્યાજદરે પર્સનલ લોન આપવાનું કહી વિદેશીઓ પાસેથી કમિશન પેટે 20થી 30 ડોલર મેળવી ઠગાઇ આચરી રહ્યો છે. તેથી બાતમીના આધારે પોલીસે હિરેનના ઘરે રેડ કરી હતી. ત્યારે તે ઘરે લેપટોપ પર અંગ્રેજી ભાષામાં વાત કરતો મળી આવ્યો હતો. પોલીસે તેને તેમ જ બેસી રહેવા જણાવ્યું હતું.

ત્યારબાદ પોલીસે પુચ્છા કરતા હિરેને જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા નાગરીકોનો ઓનલાઇન ડેટા-લીડ મેળવી લે છે. ત્યારબાદ તે પોતાના ફોનમાં મેજીક જેક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરતો હતો અને પોતાનુ નામ બદલી ક્રિશ છે તેમ કહી યુએસની કંપનીમાંથી બોલતો હોવાનું વેદીશી નાગરીકોને જમાવતો હતો. તે વિદેશી નાગરીકોને સસ્તા વ્યાજદરે લોન આપવાનું કહી કમિશન અને પ્રોસેસીંગ ફી પેટે 25થી 30 ડોલર મેળવી લેતો હતો. પોલીસે ચેક કરતા ત્યાંથી લેપટોલ, મોબાઇલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસે વસ્તુઓ જપ્ત કરી હિરેનની ધરપકડ કરી હતી.

ગુગલ પે અને ગ્રીફ્ટ કાર્ડનો કોડ મેળવી પૈસા લઇ લેતો હતો

હિરેન વિદેશી નાગરીકોને સસ્તા વ્યાજ દરે લોન અપવાનું કહી કમિશન નક્કી કરતો હતો. ત્યારબાદ ગ્રાહકને ગુગલ પે તથા એપલ સ્ટોર ઉરથી ગીફ્ટ કાર્ડ લેવાનો કહેતો હતો. ત્યારબાદ ગીફ્ટ કાર્ડનો કોડ મેળવી કોડની પ્રોસેસીંગમાં મોકલી આપી પૈસા પોતે ઓનલાઇન મેળવી લેતો હતો.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર