September 19, 2021
September 19, 2021

VIDEO : પ્રાંતિજના તાજપુર પાસે વહેલી સવારે કાર પલ્ટીખાઇ ગઇ

કારમાં સવાર ચાર મહિલા સહિત કુલ 5નો આબાદ બચાવ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાસે વહેલી સવારે ચિલોડા તરફથી ફુલફાસ્ટ આવતી કાર અચાનક પલ્ટીમારી જતા કારમાં સવાર ચાર મહિલાઓ સહિત એક પુરૂષનો આબાદ બચાવ થયો હતો.

ચિલોડા-હિંમતનગર નેશનલ હાઈવે આઠ પ્રાંતિજના તાજપુર પાસે વહેલી સવારે ચિલોડા તરફથી ફુલફાસ્ટ આવતી કાર ચાલકે સ્ટેરીગ ઉપરથી અચાનક કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમા પલ્ટીખાઇ ગઇ હતી તો કાર પલ્ટી ખાતા આજુબાજુ માંથી લોકો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને દોડી આવેલ લોકો દ્રારા કારમા રહેલ ચાર મહિલા તથા એક પુરૂષને બહાર કાઢયા હતા. જુનાગઢ થી નાથદ્વાર દર્શન કરવા જવા નિકળેલ દર્શનાર્થીઓને પ્રાંતિજના તાજપુર પાસે વહેલી સવારે અકસ્માત નડયો હતો જેમા કારમા સવાર ચાર મહિલાઓ સહિત એક પુરૂષ એમ પાંચેય જણાનો બચાવ થયો હતો અને બધાએ ભગવાનનો આભાર માન્યો હતો.

 37 ,  1