પરેશ ધાનાણી બોલ્યા – સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ પકડાયું, નીતિન પટેલ ગિન્નાયા

મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા હેરોઈનનો મામલો વિધાનસભામાં ગાજ્યો

ગુજરાતમાં આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે પ્રથમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવ્યા છે. દરમિયાન, અદાણી પોર્ટ પર પકડાયેલા હેરોઇનનો મુદ્દો ચગ્યો હતો. વિરજી ઠુમરે સરકારને આરોપીને પકડવા ઉગ્રતાથી રજુઆત કરી. જોકે સરકાર તરફથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો જવાબ કહ્યું, ગૃહ વિભાગ સુરક્ષિત હાથમાં છે. એટીએસ દ્વારા ખૂબ મોટું ઓપરેશન પાર લાડયું છે.

વિપક્ષના ધારાસભ્યો ઉભા થઇ ગયા. ગૃહ મંત્રીએ કહ્યું વિપક્ષ પોલીસની કામગીરીને બિરદાવવા ને બદલે ટીકા કરે છે. સરકારની મીઠી નજર હેઠળ કરોડોનું દ્રગ્સ કંડલા પોર્ટ પર ઉતાર્યું છે. જેનો સરકારે જવાબો આપવા જોઇએ. સરકાર લાજવાના બદલે ગાજે છે. પોલીસને સરકારે પટાવાળા બનાવી દીધા છે. કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા. 

આજે ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકાર સામે બાંયો ચડાવતા કહ્યું કે બ્રિજેશભાઈ અદાણી પોર્ટ પર ચમરબંધીઓને પકડો. જેના પર રાજ્યનાં ગૃહરાજ્યમંત્રી સંઘવીએ તરત જવાબ આપતા કહ્યું કે વીરજીભાઈ ગુજરાત સુરક્ષિત હાથમાં છે અને ATSએ મોટું ઓપરેશન હાથ ધરી હેરોઇન પકડ્યુ છે,. આ ઓપરેશનમાં પોલીસે 72 કલાક પોતાના જીવ જોખમમાં નાંખ્યા હતા અને વીરજીભાઈનાં નિવેદનથી પોલીસનું મોરલ ડાઉન થાય છે.

આ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું ઈતિહાસમાં પહેલીવાર 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું અને સરકારની મીઠી નજર હેઠળ આ ડ્રગ્સ ગુજરાત આવ્યું છે. પરેશ ધાનાણીએ આવું કહેતા જ રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પિત્તો ગુમાવ્યો હતો અને તેમના નિવેદન પર પોઈન્ટ ઓફ ઓર્ડરનો મામલો ઉઠાવ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં કહ્યું કે ધાનાણીએ માફી માંગવી જોઈએ. ભાજપ સરકાર ડ્રગ્સને લઈને કોઈ જ મીઠી નજર રાખતી નથી, આવા નિવેદન પર ધાનાણી માફી માંગે.   

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી