નકલી પોલીસ નહીં પણ નકલી જજ નો કિસ્સો, દંપતિને ઘરમાંથી કાઢી મુક્યા

સામાન્ય રીતેં નકલી પોલીસ બનવાના કિસ્સા બનતા હોય છે.ક્યારેક નકલી આઈપીએસના કિસ્સા પણ જોવા મળે છે. પરંતુ અમદાવાદ માં ગુજરાત હાઇકોર્ટ ના નકલી જજ બનીને એક પરિવાર ને હૈરાન કરવાનોં મામલોં પ્રકાશ માં આવ્યોં છેં.

ઘાટલોડિયાના નિ:સંતાન અને ઘૂંટણનું ઓપરેશન કરાવેલાં દંપતીને અચાનક ઘરની બહાર કાઢી મુકયાં હતાં. નકલી જજ બનેલા શખસે પોલીસ પ્રોટેક્શન સાથે 15 માણસોને મૂળ ફલેટ ધારકને ઘરે મોકલીને તાજેતરમાં જ ઓપરેશન કરાવેલ મહિલાનો ફલેટ સીલ કરાવી દીધો હતો. જેની ફરિયાદ હાઇકોર્ટમાં કરાતા કોર્ટ પણ ચોંકી ઊઠી હતી. કોર્ટે પોલીસ અને કલેકટરને આદેશ કરીને મૂળ ફલેટ ધારકને તેનો ફલેટ પરત અપાવ્યો છે.

ઘાટલોડિયાના રામેશ્વર એપોર્ટમેન્ટમાં રહેતા સુરેશ શાહે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમના વતી એડવોકેટ અજય પાંડાએ એવી દલીલ કરી હતી કે, ધ્રુવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન બળદેવ પટેલે પોતે હાઇકોર્ટના જજ તરીકે નીમાયેલા છે તેથી તમારો ફલેટ સીલ કરવાનો છે તેવો પત્ર લખીને પોલીસ પ્રોટેકશન સાથે ફલેટ સીલ કરાવી દીધો હતો. પોલીસે પણ આરોપી બળદેવ પટેલને જજ માનીને મદદ કરી હતી. હાઇકોર્ટે પોલીસને તાત્કાલિક ફ્લેટ પરત અપાવવાનો નિર્દેશ કર્યો છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી