કેન્દ્ર સરકારને પેટ્રોલિયમ પ્રોડટક્સ પર ટેક્સથી અધધધ કરોડની કમાણી

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વઘી રહ્યા, સરકારની તિજોરી છલોછલ

એક બાજુ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધવાથી પ્રજા પરેશાન ત્યાં બીજી બાજુ ભારત સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી અબજો રૂપિયાની કમાણી કરી રહી છે. કેન્દ્ર સરકારનું નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટીના રૂપે ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યૂ વધીને કુલ 4,51,542,56 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. જે ગત વર્ષના મુકાબલે આશરે 56.5 ટકા વધુ છે. એક રિપોર્ટ અનુસાર આ ખુલાસો RTIમાં થયો છે.

નોંધનીય છે કે, આ આંકડા ત્યારે સામે આવ્યાં છે, જ્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચી છે, જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ફ્યૂલ પર ટેક્સ-સેસ ઘટાડવાની માંગ કરવામાં આવી છે.

સરકારે ઇનડાયરેક્ટ ટેક્સથી અંદાજે 2.88 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2020-21માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટ પર 37806 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી વસુલવામાં આવી છે. જ્યારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીથી 4.13 લાખ કરોડની કમાણી થઈ અને પેટ્રોલિયમ પ્રોડક્ટથી ઇમ્પોર્ટ પર કસ્ટ ડ્યૂટી તરીકે 46000 કરોડની કમાણી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ-ડીઝલના ભાવ આભને આંબી રહ્યા છે. જેન પગલે દેશના 12થી વઘુ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ રુપિયા 100ની સપાટી વટાવી ગઈ છે.

 83 ,  1