કેન્દ્ર સરકાર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરે છે, અહમદ પટેલનો આરોપ

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલે મોદી સરકાર સામે એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે ચૂંટણીઓ જીતવા માટે કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓનો દૂર ઉપયોગ થઇ રહ્યો છે. આવક વેરા વિભાગ દ્વારા મધ્ય પ્રદેશના કોંગ્રેસી મુખ્ય મંત્રી કમલનાથના નજીકના લોકો પર દરોડા પડવાની સાથે અહમદ પટેલને ત્યાં પણ દરોડા પડ્યા છે.

અહમદ પટેલે જણાવ્યું કે તેઓ આવા દરોડાથી ડરી જાય તેમ નથી. ચૂંટણીઓમાં મોદી સરકારની હાર થવાની છે તેથી મોદી સરકાર, CBI, ED, IT જેવી એજન્સીઓનો દૂરઉપયોગ કરી રહી છે જો કે આવા દરોડાની કાર્યવાહીથી ડરી જવાના નથી. તેમણે એ પણ કહ્યું કે મોદી સરકાર વિરોધ પક્ષોના ટેલીફોન ટેપ કરીને કટોકટી જેવું વાતાવરણ સર્જી રહી છે.

 21 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર