CM રૂપાણીએ ખંભાતમાં દિવાળીના પર્વની ભેટ રૂપે રૂ. 12 કરોડના વિવિધ નગરવિકાસ કામોનું ઇ-લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મધ્ય ગુજરાતના ખંભાત નગરમાં દિપાવલી પર્વની ભેટ રૂપે રૂ. ૧ર કરોડના વિવિધ નગરવિકાસ કામોના ઇ-લોકાર્પણ  કરતાં રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ બેય ક્ષેત્રોમાં સિટીઝન સેન્ટ્રીક વ્યવસ્થાઓનો વ્યાપ વિસ્તારી ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના નાના ગામ-નગરોથી માંડી શહેરી જનજીવનમાં લોકોને સુખાકારી મળે તે માટે રસ્તા, ગટર, લાઇટ, પાણી ઉપરાંત આગવી ઓળખના કામો, મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાના કામો સહિત કોઇ કામ પૈસાના અભાવે અટકે નહિ તે સુનિશ્ચિત કર્યુ છે.

મુખ્યમંત્રીએ ગુજરાતે વિકાસના રોલ મોડેલ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અનેક વિકાસ કામોથી સ્થાન મેળવ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ખંભાત નગરમાં પણ વિકાસ કામોની શૃંખલા ચાલુ રાખવાની નેમ દર્શાવતાં આવનારા દિવસોમાં ખંભાતને GIDC આપવાની પણ મનસા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે, નગરો-ગામોમાં નલ સે જલ, ઘર-ઘર શૌચાલય, ગેસના ચૂલા આપીને રસોડામાં ધૂમાડા મુકિત જેવા સામુદાયિક વિકાસ કામોથી ગુજરાતમાં લોકોની સુખાકારી વધારી છે.

તેમણે ખંભાતની જૈનતીર્થ ક્ષેત્ર તરીકેની પૂરાતન જાહોજલાલી પૂન: પ્રસ્થાપિત થાય તે માટે નગરપાલિકાને આ વિકાસ કામો સહિત વધુને વધુ જનહિત કાર્યોને વેગવંતા બનાવવા અનુરોધ કર્યો હતો.

 54 ,  1