મુખ્યમંત્રીએ વરસાદની ગંભીર સ્થિતિની સમીક્ષા કરી

રાજયમાં ભારે વરસાદને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવી જિલ્લા ખાસ કરીને રાજકોટ,જામનગર સહિતની સ્થિતીની ખાસ ચિંતા કરીને જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં થયેલા અતિ વરસાદની માહિતી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વિગતે વાત કરી મેળવી હતી.

રાજકોટ શહેર માં નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયાં છે.તેવા સ્થળો એ બચાવ અને મદદ માટે વડોદરાથી આર્મીની બે ટુકડી બોટ અને અન્ય સાધનો સાથે રાજકોટ રવાના કરવામાં આવી છે.જામનગર અને નવસારીથી એન ડી આર એફની ટીમને પણ રાજકોટ પહોંચાડવામાં આવી રહી છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી