સી.એમ.એ આજે એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગસ્કીમને મંજૂરી આપી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 23 ઓગસ્ટના એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપીને વિકાસને વેગ આપ્યો છે. 5 પ્રિલીમિનરી ટીપી સ્કીમને પરવાની મળતાં રાજ્યમાં 550 હેક્ટર જમીન પર સુવિધાયુક્ત વિકાસ કાર્યો હાથ ધરાશે. અમદાવાદ મહાનગરમાં 412 હેક્ટરથી વધુ જમીનમાં રૂ.640 કરોડના અંદાજિત કાર્યોને વેગ મળશે. આ મંજુરી સાથે જ મુખ્યમંત્રીએ જે ઝડપે ડ્રાફટ સ્કીમને મંજૂરી અપાય છે તેજ ગતિએ ડ્રાફટ ટી.પી.માં રસ્તા અને આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામો હાથ ધરવાની તાકીદ પણ સંબંધિત સત્તામંડળને કરી છે.

અમદાવાદમાં જે બે પ્રારંભિક ટી.પી. સ્કીમ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી આપવામાં આવી છે તેમાં ર૩૮-ભાટ સુઘડ, ૮પ સરખેજ-મકરબા-ઓકફ અને ૧ ફાયનલ ટી.પી. સ્કીમ તરીકે ૧૦ર નિકોલને પરવાનગી મળી છે. ગાંધીનગરની મંજૂર થયેલી બે પ્રારંભિક ટી.પી.માં ૧૦-અડાલજ-પોર તેમજ ૯/બી-વાસણા હડમતીયા-સરગાસણ-વાવોલનો અને સુરતની પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં ૩૯ ઊધના લીંબાયતનો સમાવેશ થાય છે

મુખ્યમંત્રીએ 2019ના વર્ષના પ્રથમ 8 જ માસમાં 66 ટી.પી. સ્કીમ ઉપરાંત રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ, બિલીમોરા અને ગાંધીનગરની મળી કુલ-23 પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ મંજૂરી કરી છે. તેમણે રાજકોટ,સુરત,અમદાવાદ,ગાંધીનગર,ઊંઝા અને વડોદરાની કુલ-21 અંતિમ ટી.પીને પણ મંજૂરી આપી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી