દાહોદ ઘટનાની CMએ લીધી નોંધ અને કહ્યું, ‘દાખલો બેસે એવી કાર્યવાહી કરો’

પરિણીતાને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી હતી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા કેબિનેટ બેઠકમાં પડ્યા હતા. અખબારી અહેવાલને પગલે સરકારે ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોપીઓ સામે દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીને સૂચના આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સંવેદનશીલતાથી લીધી છે. આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને મોટા ભાગના આરોપીઓની ધરપકડ પણ કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રીની સૂચના બાદ દાહોદ કલેક્ટર અને એસપી ખુદ આ કેસમાં ફોલોઅપ લઇ રહ્યા છે. કલેક્ટર હર્ષિત ગોસાવી અને એસપી હિતેશ જોયસરના જણાવ્યા મુજબ, આ ઘટનાની જાણ થતાં પોલીસે 12મીએ સાંજે ફરિયાદ દાખલ કરી હતી. પીડિત પરિણીતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓની મદદ લઇને કોમ્બિંગ કરીને 19 પૈકી 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને પણ પોલીસનું રક્ષણ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ૨૩ વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી જતા પરિણીતાના પતિ તેમજ તેના સાસરિયાઓ દ્વારા પરણિતા અને તેના પ્રેમની પકડી લાવી પરિણીતાને ગડદાપાટુનો મારમારી ખેંચતાણ કરી નગ્ન હાલતમાં ગામમાં પરિણીતાનો વરઘોડો કાઢતા આ બનાવનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને આ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરતા આ વિડીયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં માત્ર સ્ત્રી સશક્તિકરણનો મોટી મોટી વાતો થઈ હોય છે પરંતુ જિલ્લામાં હાલ પણ જુના રિતીરિવાજો અન કુરિવાજોને પગલે મહિલાઓને ત્રાસ સહન કરવો પડતો હોય છે. ભુતકાળમાં પણ દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ ઉપર અત્યાચારના બનાવો સામે આવ્યાં હતાં ત્યારે આજના વધુ એક બનાવને પગલે દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.

 ધાનપુર તાલુકાના ખજુરી ગામે ગઇકાલે બનેલી ચકચારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. હાલ ધાનપુર પોલીસે હાલ 19 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે ગરબાડા ના મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપની સરકારમાં મહિલા સશક્તિકરણ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ ના દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ ના મત વિસ્તારમાં અગાઉ પણ ગાડીમાં એક મહિલા જોડે બળાત્કારની ઘટના બની હતી. ત્યારે આજરોજ ફરી એમના મત વિસ્તારમાં એક મહિલાને પ્રેમ સંબંધમાં સાસરિયાઓ તેમજ ગ્રામજનો દ્વારા તાલીબાની સજા આપવામાં આવી છે. તે ખરેખર વંદનીય છે તમે જણાવ્યું હતું કે ભાજપના મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી કે આ ઘટના બાદ રાજીનામું આપી દેવું જોઈએ આવા કરતો રોકવા નક્કર કામગીરી કરવી જોઈએ. ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી કડકમાં કડક સજા કરવી જોઈએ. આ મુદ્દાઓ પણ મેં વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવ્યા છે. પરંતુ ભાજપની સરકારમાં આવા ગુનેગારોને શિક્ષા કરવામાં આવતી નથી. ભાજપ સરકાર આવા કૃત્ય કરનારા તત્વોને છાવરે છે. તેમ જણાવ્યું હતું.

 68 ,  1