મુખ્યમંત્રીનો પલટવાર, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે કોલર ટ્યૂન પાછળ પડ્યા

કોલર ટ્યૂનમાં મારો જ અવાજ છે, ચૂંટણીનો પ્રચાર નથી : CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને જવાબ આપ્યો છે. કોંગ્રેસે સીએમના કોરોના સામે જાગૃતા માટે ચાલી રહેલી કોલર ટ્યૂનનો વાંધો ઉઠાવ્યો હતો. જેના પર પ્રતિક્રિયા આપતા મુખ્યમત્રી રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે કોલર ટ્યૂનનો મુદ્દો લાવે છે. કોલર ટ્યૂનમાં મારો જ અવાજ છે, ચૂંટણી પ્રચાર નથી.

કોરોના જાગૃતિ મામલે હાલમાં ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીની કોલર ટ્યૂન શરુ કરાઈ છે. જેને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવતાં ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા નીશિત વ્યાસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલાં લેવા માંગ કરી છે. પેટાચૂંટણીનું મતદાન નજીક છે ત્યારે સીએમની કોલર ટયુન બંધ કરવા કોંગ્રેસની માગ છે.

પેટાચૂંટણી વખતે જ આવી કોલર ટ્યુનથી મતદારો પર અસર થતી હોવાની કોંગ્રેસની રજૂઆત છે. ત્યારે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ફોનમાં કોલર ટ્યુનમાં મારુ ક્યાંય નામ નથી. જનજાગૃતિ માટે મારો અવાજ છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર