વડોદરા : સસ્તા અનાજની દુકાનના કોમ્પ્યુટર ઓપરેટરે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો

પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો, કારણ અકબંધ

વડોદરા શહેરમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ગોરવા વિસ્તારમાં યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર મચી ગઇ હતી. હાલ આ મામલે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોરવાના આસ્થા એવન્યુ પાછળ આવેલા મકાન નં-47, જય અંબે પાર્કમાં રહેતા શાંતિલાલ ખટીક સરકારી સસ્તા અનાજની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર બહાર ગામ ગયો હતો અને પોતે ઘરમાં એકલા હતા, ત્યારે શાંતિલાલે ઘરમાં અગમ્ય કારણોસર પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

પડોશીએ શાંતિલાલના ઘરનો દરવાજો ખટખટાવતા દરવાજો ન ખોલતા ગોરવા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને દરવાજો તોડીને તપાસ કરતા શાંતિલાલનો મૃતદેહ પંખે લટકતો હતો. પોલીસે યુવાનના મૃતદેહને નીચે ઉતાર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે અને ગોરવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 82 ,  1