રાજપીપળા એસટી ડેપોના કંડકટરે મહિલા કંડકટર પર આચર્યું દુષ્કર્મ

જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ બળાત્કાર ગુજાર્યો

રાજપીપળા એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા આરોપી તેનાજ જ્ઞાતિની મહિલા સાથે સગાઈ થયા પછી મરજી વિરુદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધતા મહિલાએ આરોપી સામે બળાત્કારની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ફરિયાદી ભોગ બનનાર મહિલાએ આરોપી રાજેશભાઈ પર્વતભાઈ પટેલીયા (રહે, ગોઠીબાડા, પટેલીયા ફળિયા તા.સંતરામપુર જી.મહીસાગર) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત મુજબ, પીડિતા તથા આરોપી રાજેશભાઈ બંને જણા રાજપીપળા એસટી ડેપોમા કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. અને 2019ના મે મહિનામાં બંને જણાની તેઓની જ્ઞાતિની રીત રિવાજ મુજબ સગાઈ થયેલ હતી. સગાઈ થયા બાદ આ બન્ને રાજપુત ફળિયામાં અલગ અલગ મકાન ભાડેથી રહેતા હતા. આરોપી રાજેશભાઈ ફરિયાદીના ઘરે અવારનવાર મળવા જતો. મહિલાની સાથે રહેતી બહેનો ઘરે હાજર ન હોય તે વખતે આરોપી લગ્ન કરવાનું જણાવી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. અને સગાઈ થયા ના છ મહિના પછી રાજેશના પિતાજી પર્વતભાઈ દ્વારા યુવતી સાથે રાજેશની સગાઈ તોડવાની વાત કરી હતી. અને લગ્નની ના પાડેલી તેમ છતાં પણ આરોપી રાજેશભાઈ તેના રૂમ ઉપર જઈને હું મારા પિતાજી ને સમજાવી લઈશ અને હું લગ્ન કરીશ તો તારા સાથે જ કરીશ. તેમ કહી છેલ્લે દિવાળી સુધી શરીર સંબંધ બંધાયેલો.

ભોગ બનનાર પીડિતાએ શરીર સંબંધ બાંધવાનીના પાડવા છતાં રાજેશભાઈ ધમકી આપી મારઝૂડ કરતો હતો. છેલ્લે તા.14/ 11/ 20ના રોજ રાત્રીના 10 શરીર સંબંધ બાંધવાનો પ્રયત્ન કરવા લાગતા યુવતીએ ના પાડી હતી. આ દરમિયાન બળજબરી કરતા યુવતી દ્વારા વિરોધ કરવામાં આવતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ ઘટના બાદ પીડિત મહિલાએ આરોપી રાજેશ પટેલીયા સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર