કોંગ્રેસના ધારાસભ્યને PPE કીટ ડ્રામા ભારે પડ્યું- ભાગવું પડ્યું

પોઝિટિવ ધારાસભ્ય નિયત સમય કરતા વહેલા મતદાન મથકે આવ્યા અને….

ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય અને મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર લલિત કાગથરા પીપીઇ કીટ પહેરીને યાર્ડમાં પહોંચતા મતદારોએ રોષ ઠાલવ્યો હતો. મતદારોએ લલિતભાઈની કારને રોકી રોષ વ્યક્ત કર્યો હતો. જો તે કોરોનાગ્રસ્ત છે તો તેમણે ન આવવું જોઈએ, તેમ જણાવ્યું હતું. વિરોધ થતાં લલિત કાગથરા પોતાની કાર લઈને મતદાન કેન્દ્ર પરથી રવાના થયા હતા. 

કહેવામાં આવી રહ્યું ચે કે લલિત કગથરા પીપીઈ કીટ પહેરીને મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે ચૂંટણીઓમાં મતદાનનો છેલ્લો કલાક કોરોનાના દર્દીઓ માટે ફાળવાયેલો હોય છે જેમાં મતદારો પીપીઈ કીટમાં મતદાન કરી શકે છે. જોકે, ત્યારે ત્યાં અન્ય મતદારો માટે મતદાન સામાન્ય સંજોગોમાં નથી હોતું.

ભાજપના નેતા અને રાજકોટ મોરબીના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે ‘આ સ્થિતિમાં ચૂંટણીઓમાં મતદાન કરવા માટે ચોક્કસ સમય છે. કોઈ પણ વ્યક્તિએ હોય તેણે માનવતાના ધોરણે આ પ્રકારનું વર્તન ન કરવું જોઈએ. આનાથી કોરોનાના સંક્રમણનું જોખમ વધી શકે છે.’

તો બીજી તરફ લલતિ કગથરાએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તેમણે વર્લ્ડ સ્ટાન્ડર્ડની પીપીઈ કીટ પહેરી હતી જે ડબલ્યુએચઓ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય છે તેવા સ્ટાન્ડર્ડની છે. દરમિયાનમાં તેમણે એવી દલીલ પણ કરી કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો યોજાતા હોય ત્યારે કોરોના નથી નડતો.

 94 ,  1