September 21, 2020
September 21, 2020

રાજકોટ : દારૂના કેસમાં આરોપી પાસે 90 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ ACBના હાથે ઝડપાયો

ACBએ છટકુ ગોઠવી લાંચ માંગનાર પોલીસકર્મીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

છેલ્લા કેટલાય સમયથી લાંચિયા અધિકારીઓ સામે ACB દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ 80 હજાર રૂપિયાની લાંચ માંગતા ACBના રંગે હાથ ઝડપાય ગયો છે. દારૂના કેસમાં માર નહીં મારવાના મામલે આરોપી પાસેથી 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. પરંતુ રકઝક બાદ 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જેથી ACBએ છટકુ ગોઠવી પોલીસકર્મીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં ફરિયાદ કરી હતી કે શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા લોકરક્ષક મેહુલ ડાંગર લાંચ માંગી રહ્યા છે. ફરિયાદીના મિત્રને દારૂના કેસમાં પકડવામાં આવ્યો હતો જેને મારપીટ નહીં કરવા માટે કોન્સ્ટેબલ મેહુલે 90 હજારની લાંચ માંગી હતી જોકે પૈસા ઓછા કરવાની રકઝક બાદ 80 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લાંચની રકમ લઈને ફરિયાદી પોલીસ મથક પહોંચ્યા હતા જોકે કોન્સ્ટેબલને ગંધ આવી જતા તેણે લાંચની રકમનો સ્વીકાર કર્યો ન હતો.

જો કે લાંચ માંગવી તે પણ ગુનો જ હોવાથી આખરે ACBએ ભક્તિનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર