દેશ દુનિયાએ રાષ્ટ્રપિતાને આપી શ્રધ્ધાંજલિ

રાજઘાટ ખાતે વડાપ્રધાન સહિત મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી

ભારતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 73મી પુણ્યતિથીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ તેમણે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હીમાં રાજઘાટ ખાતે જઇને વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ નાયડુ અને અન્ય નેતાઓએ માલ્યા અર્પણ કરીને શ્રધ્ધાંજલિ આપી હતી.

વિદેશમાં પણ જ્યાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ત્યા તેમણે પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસે દ્વારા દિલ્હીમાં બિરલા મંદિર ખાતે પ્રાર્થના સ્થળે ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

આ ઉપરાંત આજે સવારે 11 વાગ્યે સમગ્ર રાષ્ટ્ર દ્વારા ગાંધીજીની યાદમાં 2 મીનિટ મૌન પાળવામાં આવ્યું હતું. દરેક રાજ્યોમાં પણ રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ દ્વારા રાષ્ટ્રપિતાને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

 15 ,  1