દેશને SBI જેવી 5 બેંકોની જરૂર : નાણામંત્રી

દેશના ઘણા જિલ્લામાં બેન્કિંગ સુવિધાનો અભાવ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમને રવિવાર ઈન્ડિયન બેન્ક એસોસિએશન (IBA)ના એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, દેશના ઘણા જિલ્લામાં બેન્કિંગ સુવિધાનો અભાવ છે. તેમણે જે જિલ્લામાં આર્થિક ગતિવિધિનું સ્તર ખુબ ઊંચુ છે, પરંતુ બેન્કિંગની ઉપસ્થિતિ ઓછી છે. બેંકોને આવા જિલ્લાઓમાં શાખાઓ શરૂ કરવાની અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં હજુ પણ એસબીઆઇ જેવી પાંચ મોટી બેંકોની જરૂર છે.

નાણામંત્રીએ કહ્યું કે, જે પ્રકારે દેશની ઇકોનોમી એક નવી દિશા તરફ વધી રહી છે અને જે રીતે ઈન્ડસ્ટ્રી નવી વસ્તુને અપનાવી રહી છે, તેનાથી ઘણા નવા પડકારો ઉભા થયા છે. તેને જોતા ભારતને ન માત્ર વધુ સંખ્યામાં પરંતુ વધુ મોટી બેન્કોની જરૂર છે.

નાણામંત્રી પ્રમાણે દેશને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના આકારની ચાર કે પાંચ અન્ય બેન્કની જરૂર છે. ઇકોનોમી અને ઇન્ડસ્ટ્રીમાં હાલમાં આવેલા ફેરફારોની પૃષ્ઠભૂમિમાં જે પ્રકારથી વાસ્તવિકતાઓ બદલી છે, તેને પૂરી કરવા માટે આપણે બેન્કિંગના વિસ્તારની જરૂર છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી