સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોરોના વેક્સિન કોવિશિલ્ડને મળી મંજૂરી
દેશને આખરે પહેલી વેક્સિન મળી ગઇ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની રસીને મંજૂરી મળી ગઇ છે. આ પહેલા ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી કોવિશિલ્ડને મંજૂરી આપવાનું વિચાર ચાલી રહ્યો હતો જોકે બાદમાં સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવતી કોવિશિલ્ડ રસીને ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
2 જાન્યુઆરીથી દેશભરમાં ડ્રાય રન
2 જાન્યુઆરીના દેશના તમામ રાજ્યોની રાજધાનીમાં કોરોના વાયરસની વેક્સિનેશનનું ડ્રાય રન થશે. જેમાં કોરોના વેક્સિન સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરખવાનું કામ કરવામાં આવશે. દરેક રાજ્ય તેમના રાજ્યની રાજધાનીના 3 પોઈન્ટ પર ડ્રાય રન આયોજિક કરશે. મહારાષ્ટ્ર અને કેરળની સરકારોએ કેન્દ્રને જણાવ્યુંછે કે, તેઓ તેમની રાજ્યની રાજધાની ઉપરાંત રાજ્યના મોટા શહેરોમાં પણ ડ્રાય રનનું આયોજન કરશે. તમને જણાવી દઇએ કે, આ પહેલા 28 અને 29 ડિસેમ્બરના દેશના 4 રાજ્યોમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
61 , 1