દેશનું બેકિંગ સેક્ટર આજે મજબૂત સ્થિતિમાં : PM મોદી

છેલ્લાં 6-7 વર્ષમાં કરાયેલા સુધારાનું પરિણામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ક્રિએટિંગ સિનર્ઝિઝ ફોર સીમલેસ ક્રેડિટ ફ્લો એન્ડ ઈકોનોમિક ગ્રોથ પર કોન્ફરન્સને સંબોધિત કર્યુ. PM Narendra Modi એ આ દરમ્યાન કહ્યું કે સરકારે છેલ્લા 6થી 7 વર્ષોમાં જે સુધાર કર્યા છે, બેંકિંગ સેક્ટરને દરેક રીતે સપોર્ટ કર્યો અને તેના કારણે આજે દેશનું બૅંકિંગ સેક્ટર ખૂબ મજબૂત સ્થિતિમાં છે.

PM મોદીએ કહ્યું તે તમે પણ અનુભવી શકો છો કે બેંકોની નાણાંકીય હાલત હવે ઘણી સુધરેલી સ્થિતિમાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલા જેટલી પણ તકલીફો હતી તેને એક એક કરીને તેનું સમાધાન લાવવાના વિકલ્પો શોધ્યા છે. તેમણે NPAsની મુશ્કેલીના મુદ્દા પર વાત કરી, બેંકોનું રિકેપિટલાઈઝ કર્યુ, તેની તાકાત વધારી. તેમણે આગળ કહ્યું કે તેઓ IBC જેવા સુધારા લાવ્યા, ઘણા કાયદાઓમાં સુધારા કરી રિકવરી ટ્રિબ્યુનલની તાકાત વધારી. કોરોનાકાળમાં દેશમાં એક અલગથી સ્ટ્રેસ્ડ એસેટ મેનેજમેન્ટ વર્ટિકલનું પણ ગઠન કર્યુ.

પીએમ મોદીએ દેશમાં બેંકિંગ વ્યવસ્થાની મજબૂતી પર વાત કરતા કહ્યું કે આજે ભારતમાં બેંકોની તાકાત એટલી વધી છે કે દેશની અર્થવ્યવસ્થાને નવી ઊર્જા આપવામાં, એક મોટો ધક્કો દેવામાં અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું કે તેઓ આ તબક્કાને ભારતના બેંકિંગ સેક્ટરનું એક મોટું માઈલસ્ટોનું માને છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી