કોરોના સામે દેશની લડાઈ : સંક્રમણથી સાજા થવાનો દર 92 ટકા પર પહોંચ્યો

કોરોના સામે ભારત દેશ નક્કી કરાયેલ રણનીતિ સાથે કામ કરી રહ્યો છે જેના સારા પરિણામો મળી રહ્યા છે. કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર લગભગ 92 ટકાએ પહોંચ્યો છે. કોવિડથી થનારા લોકોના મૃત્યુનો દર 1.49 ટકા સુધી ઘટી ગયો છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તહેવારોમાં સાવચેતી જાળવવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવા ઉપર ભાર મુક્યો છે.

ભારતે કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં સારા પરિણામો મેળવ્યા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં કોરોના સંક્રમણથી સાજા થવાનો દર લગભગ 92
ટકા પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 58 હજાર દર્દીઓ સાજા થયા છે. આ સાથે સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યાનો આંકડો 76 લાખને પાર પહોંચ્યો છે. દેશમાં અત્યારે કુલ 5.41 લાખ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં કુલ 23,097 લોકોના કોરોના વાયરસથી મોત થયાં છે.

ICMRએ જણાવ્યા પ્રમાણે સક્રિય ટેસ્ટિંગ વ્યવસ્થાથી અત્યાર સુધીમાં કુલ 11 કરોડ 17 લાખ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચુક્યા છે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યુ હતુ કે મણિપુર, દિલ્હી, કેરણ અને પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારોમાં લોકો માસ્ક ફરજીયાત પહેરે અને સમાજિક અંતર જાળવે તે ખુબ જરુરી છે.

ઠંડીમાં કોરોના વધશે?

જ્યારથી ઠંડીની મોસમની શરૂઆત થઈ છે, ત્યારથી દરેક કોઈ એવુ જાણવા માંગે છે કે, શુ ઠંડીમાં કોરોનાના કેસ વધશે. એક લેટેસ્ટ રિસર્ચમાં આ સવાલનો જવાબ મળ્યો છે. ભારતીય અમેરિકન રિસર્ચર્સના નેતૃત્વમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના સંક્રમણમાં તાપમાન કે હ્યુમિડિટીની કોઈ પ્રભાવી ભૂમિકા નથી. ઈન્ટરનેશનલ જનરલ ઓફ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત રિસર્ચમાં સંકેત મળે છે કે, કોરોના વાયરસનુ સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમણ સમગ્ર રીતે માનવીય વ્યવહાર પર નિર્ભર કરે છે, ગરમી કે ઠંડીની મોસમ પર નહીં.

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર