ગુજરાતમાં દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન

સુરતથી બિલીમોરા વચ્ચે આ તારીખથી બુલેટ ટ્રેન થઇ જશે શરૂ

દેશમાં હવે બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં મળશે અને તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યાં તેમણે બુલેટ ટ્રેન વિશે વાત કરી. પ્રધાને કહ્યું કે, દેશની પહેલી બુલેટ ટ્રેન સુરતથી શરૂ થશે. એક કાર્યક્રમને સંબોધતા રેલવે પ્રધાને જાણકારી આપી હતી કે, 15 ઓગસ્ટ 2026 સુધીમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરામાં શરૂ થશે. રેલવે મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રોજેક્ટ માટે દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે. બીજી તરફ રેલવે પ્રધાને 5G પર વાત કરી હતી. જેમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશમાં 5G નેટવર્ક માટેની પણ તૈયારીઓ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Ahmedabad- Mumbai Bullet Train project) નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) આ નિવેદન આપ્યું હતું. દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ વાત જણાવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી