દેશની પહેલી ઇલેક્ટ્રિક બાઇક, બોલવાથી થશે સ્ટાર્ટ

વિશ્વની પ્રથમ વોઇસ કમાન્ડ બાઇક RevoltRV400 બાઇક સામાન્ય પેટ્રોલથી ચાલતી નેકેડ સ્ટ્રીટ કમ્યુટર મોટરસાયકલ જેવી લાગે છે. Revolt RV 300ને RV 400થી નીચેના સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.રિવોલ્ટે આજે ભારતીય બજારમાં 2 ઇલેક્ટ્રિક બાઇક રિવોલ્ટ આરવી 400 અને રિવોલ્ટ આરવી 300 લોન્ચ કરી. કંપનીએ આ બાઇક્સને યૂનિક પેમેન્ટ પ્લાનમાં લોન્ચ કરી છે. આરવી 400 ના પ્રારંભિક મોડેલ માટે દર મહિને 3,499 અને ટોપના મોડેલ માટે 3,999 રૂપિયા ચૂકવવામાં આવશે. આરવી 300 માટે 2,999 રૂપિયા ચૂકવવા પડશે.

તમને બાઇકમાં વોઇસ કમાન્ડ સુવિધા મળશે, આનો અર્થ એ છે કે તમે તમારા અવાજથી બાઇકને ચાલુ કરી શકો છો. વોઇસ કમાન્ડ દર્શાવતી વિશ્વની આ પહેલી બાઇક આરવી 400 છે, કંપનીએ આ બાઇકને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ કરતા એક પગલું આગળ વધીને સ્ટાર્ટ ઇલેક્ટ્રિક મોડેલ પર રજૂ કર્યુ છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી