ભારતીય વાયુસેનાની વિંગ કમાન્ડર એસ ધામીને દેશમાં ફ્લાઇંગ યુનિટની પહેલી મહિલા ફ્લાઇટ કમાન્ડર બનાવવામાં આવ્યા છે. તેઓ ભારત દેશની પહેલી મહિલા વાયુસેના અધિકારી છે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.વિંગ કમાન્ડર એસ ધામી હિંડન એરબેસ પર ચેતક હેલિકોપ્ટરની એક યુનિટની ફ્લાઇટ કમાન્ડરની જવાબદારી સંભાળશે,
ઉલ્લેખનીય છે કે, વાયુસેનાની કમાન્ડ યુનિટમાં ફ્લાઇટ કમાન્ડરનું પદ બીજા સૌથી ઉંચા સ્થાનનું પદ છે.વિંગ કમાન્ડર ધામી ચેતક અને ચીતા હેલીકોપ્ટર માટે ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા યોગ્ય ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પણ છે. 2300 કલાક સુધી ઉડાનનો અનુભવ રાખનારી શાલિજા ધામી વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી છે. જેમને લાંબા કાર્યકાલ માટે સ્થાઈ કમિશન પ્રદાન કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, વાયુસેનાની કમાન્ડ યુનિટમાં ફ્લાઇટ કમાન્ડરનું પદ બીજા સૌથી ઉંચા સ્થાનનું પદ છે.
42 , 1