શાહી પરિવારે ખાટલા પર બેસી કચ્છી ભોજનની મોજ માણી

દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કચ્છના ગામડામાં કરી નવા વર્ષની ઉજવણી

દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કચ્છના ગામડામાં નવા વર્ષની ઉજવણી કરી હતી. શેખડીયા ગામે દેવલબેન ગઢવીના ધરે જઇને શુભેચ્છા પાઠવી તથા ચારણ માતાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન શાહી પરીવારે ખાટલા પર સહપરિવાર કચ્છી ભોજનની મોજ માણી હતી.

દેશના અગ્રીમ ઉધ્યોગપતિ ગૌતમ અદાણીએ નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરી હતી. ગૌતમભાઈ, તેમના પત્નિ ડો. પ્રિતીબેન, પુત્ર જીત અને ભત્રીજા રક્ષિત સાથે મુન્દ્રા તાલુકાના શેખડીયા ગામના દેવલબેન ગઢવીના મહેમાન બન્યા હતા. અહી તેમણે ખાટલા અને ગોદડી પર બેસીને કચ્છી પરંપરાગત વાસણોમાં ભોજન કર્યું હતું. તેમણે બાજરાનો રોટલો, ગુવાર બટેટાનું શાક, રીંગણાનો ઓળો, ખારી ભાત સાથે મિઠાઇમાં દેશી લાડુ અને ખીરની મોજ માણી હતી. અદાણી પરિવારે યજમાન પરિવારના વડીલના આર્શિવાદ લઈ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

અદાણી પરિવારે યજમાન પરિવારના વડીલના આર્શિવાદ લઈ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. દેશના બીજા નંબરના ધનાઢ્ય વ્યકિત ગૌતમભાઈએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર આ અનુભવ શેર કરતાં લખ્યું છે કે, દરેક ઘરની એક આગવી ઉષ્મા, હુંફ અને લાગણી હોય છે. દેવલબેનના ઘરની મુલાકાત અમને તેમની અનુકંપાભરી સમાજસેવા તરફ લઈ ગઈ. નવા વર્ષની અનુભૂતિ આનાથી વધુ હૃદયસ્પર્શી હોઈ ન શકે. દેવલબેન ગઢવી અદાણી ગ્રુપ દ્વારા ચાલતી સામાજિક સેવાકીય સંસ્થા અદાણી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે.

ગૌતમ અદાણીનો બિઝનેસ કેટલાક દેશમાં ફેલાયેલો છે, તેમનો વાર્ષિક ટર્નઓવર 30,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે. ક્યારેક ગરીબીમાં બાળપણ વિતાવનારા ગૌતમ અદાણી આજે એરપોર્ટ સુધી જવા માટે પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.

ગૌતમ અદાણીનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, તેમના પિતા શાંતિલાલ અદાણી જ્યારે બનાસકાંઠાના થરાદથી અમદાવાદ શિફ્ટ થયા હતા ત્યારે તે પોળ વિસ્તારની શેઠની પોળમાં રહેતા હતા. આ પોળમાં ગૌતમ અદાણી તેમના છ ભાઇ-બહેનો સાથે રહેતા હતા. અદાણી પરિવાર આજે પણ આ જગ્યાને ભૂલ્યુ નથી. ગૌતમ અદાણી આજે પણ બાળપણના મિત્રોને મળવા માટે અહી આવે છે.

 104 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર