આયશાને મરવા મજબૂર કરનાર આરીફની જામીન અરજી કોર્ટે ફગાવી

‘સમાજમાં આવા આરોપીઓને જામીન આપીને છુટા ના મુકી શકાય..’

કોર્ટે કહ્યું – આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે, તપાસ ચાલું હોવાથી જામીન ન મળે

અમદાવાદની આયશા પોતાના પતિને કારણે આત્મહત્યા કરવા મજબૂર બની હતી, અને તેણે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે તેના પતિ આરીફની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી હતી. જેના બાદ આયશા આત્મહત્યા કેસ મામલે આરોપી આરીફની રેગ્યુલર જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા કહ્યું કે, આરોપી પર ગંભીર પ્રકારનો ગુનો છે. માટે જામીન હાલના સંજોગોમાં આપી શકાય નહિ.

આઈશા આત્મહત્યા કેસમાં પકડાયેલા તેના પતિ આરિફે રેગ્યુલર જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો પહેલી એપ્રિલ પર મુલતવી રાખ્યો હતો. ત્યારે આજે સેશન્સ કોર્ટે આરિફની જામીન અરજી ફગાવીને તેના જામીન ના મંજુર કર્યાં છે. અગાઉની સુનાવણીમાં સરકારે એફિડેવિટ કરીને એવી રજુઆત કરી હતી કે આ કેસની તપાસ નાજુક તબક્કે હોવાથી અરજી ફગાવી દેવી જોઈએ.

પીડિત પરિવાર દ્વારા કોર્ટમાં વાંધા અરજી કરવામાં આવી હતી. આયેશાના વકીલ દ્વારા જણાવાયું કે, જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ગુજરાત છોડીને જતો રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તે પુરાવાનો નાશ કરે તેવી પણ શક્યતા છે. જેના કારણે તેને જામીન નહી આપવા માટે અપીલ કરવામાં આવી હતી. આત્મહત્યા પહેલા વીડિયોમાં પતિને દોશી આયેશા દ્વારા ઠેરવવામાં આવ્યો છે. તેવામાં સરકાર અને આયેશા બંન્નેના પરિવાર જામીન ન આપવામાં આવે તેવી અપીલ કરી હતી.

 83 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી