સોલા હોસ્પિટલ તબીબોના લાંચ કાંડમાં આરોપી તબીબના જામીન કોર્ટે ફગાવ્યા

આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે, જામીન ન આપી શકાય- કોર્ટ

16 લાખની લાંચ માગ્યા બાદ 10 લાખ લઇ અને બીજા 8 લાખ રૂપિયાની લાંચ માંગતા ઝડપાઇ ગયેલા સોલા હોસ્પિટલના તબીબ ઉપેન્દ્ર પટેલે કેરલી રેગ્યુલર જામીન અરજી ગ્રામ્ય કોર્ટના જજ જે. એ. ઠક્કરે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, તબીબ આરોપીએ જે પ્રમાણે લાંચ માગી હતી. તેની તમામ ટ્રાન્સક્રિપ્ટ કોર્ટમાં રજૂ થઇ છે, આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં. 

લાંચ કેસમાં ઝડપાયેલા આરોપી ડો. ઉપેન્દ્ર ગોપાલભાઇ પટેલે રેગ્યુલર જામીન માટે સ્પે. એસીબી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી છે કે, હું નિર્દોષ છું, મે લાંચ માગી નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે, તપાસમાં સહકાર આપ્યો છે, તપાસ પૂર્ણ થતા ચાર્જશીટ પણ થઇ ચુકી છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી કોર્ટે જામીન આપાવ જોઇએ.

જો કે, જામીનનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એસીબી વતી એફિડેવીટ રજૂ કરી એવી દલીલ કરી હતી કે, કોવિડ-19 સંદર્ભે સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફને ચા-નાસ્તો, જમાવાનું તેમજ પાણી પુરું પાડવા માટે ચાર મહિના સુધી ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હતો. જેનું 1.18 કરોડ બીલ બનતું હતું જે બીલ પાસ કરવા પહેલાં 30 ટકા માંગ્યા હતા.

ત્યારબાદ 16 ટકા લેખે 16 લાખની લાંચ નક્કી કરી હતી. જેમાં બે તકબક્કે 10 લાખ રૂપિયા લઇ લીધા હતા. જ્યારે બાકીના 6 લાખ લેવા માટે તથા ત્રણ વર્ષના ટેન્ડર માટે બીજા બે લાખ એમ કુલ 8 લાખની લાંચ કોન્ટ્ર્કટર પાસે માગ્યા હતા અને લાંચ લેતા ઝડપાઇ ગયો હતા. આ કેસમાં ફરિયાદી અને તબીબ આરોપીઓ વચ્ચે લાંચના નાંણાની જે લેવડ દેવડ નક્કી થઇ હતી તે ફોનમાં રેકોર્ડિંગ છે. જેની ડીવીડી પણ ગુનાના કામે બનાવી કબજે લેવામાં આવી છે.

જેમાં બન્ને તબીબોએ લાંચ લીધાનું સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત ટ્રેપ દરમિયાન સરકારી ઓડિયો-વીડિયો રેકોર્ડિંગમાં પણ આરોપીએ લાંચ માગી હોવાના પુરતા પુરાવા છે. આમ બન્ને સામે ઇલેટ્રોનિક અને ટેકનીકલ પુરાવાઓ હોવાથી જામીન ન આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા.

 17 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર