કિશોરીની આત્મહત્યા માટે મજબુર કરનાર યુવકના જામીન કોર્ટે ફગાવ્યા

તું એમ જ મરી જા, તને જીવવા નહીં દઉં- યુવકની ધમકી બાદ કિશોરીએ આત્મહત્યા કરી હતી

આરોપી સામે તપાસ જારી છે, પ્રથમદર્શિય કેસ છે, જામીન નહીં- કોર્ટ

તું એમ જ મરી જા, હું તને જીવવા નહીં દઉં સહિતના સંખ્યાબંધ મેસેજ મિત્રએ કરી ધમકી આપતા કિશોરીએ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં યુવકે કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે તપાસ જારી છે, પોલીસ પેપર જોતા આરોપીએ મેસેજ કરી ધમકી આપી હોવાનિં ફલિત થયા છે. આમ આરોપી સમે પ્રથમદર્શિય કેસ બનતો હોવાથી જામીન આપી શકાય નહીં. 

નરોડામાં 17 ટીશાને આત્મહત્યા માટે મજબુર કરનાર મિહીર બ્રિજેશકુમાર રાઠોડને ઝડપી પોલીસે જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં મિહીરે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, ફરિયાદ એક મહિનો મોડી કરવામાં આવી છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન આપવા જોઇએ.

 જો કે, અરજીનો વિરોધ કરતા ફરિયાદી તરફે એડવોકે જગત પટેલે વાંધા અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે,  ટીશાની આત્મહત્યા બાદ ફરિયાદીએ ટીશાનું વોટ્સ એપ ચેક કરતા તેમાં ઓય ટીશા રિપ્લાય આપ,જવેા મેસેજ તેના મૃત્યુના થોડી મિનિટો પહેલાં જ હતા. આ મામલે પિતાએ ટીશાની સ્કૂલમાં અભ્યાસ કરતા સાહીલની પુચ્છા કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે, 7મીના રોજ તેની સાથે વાત થઇ હતી. ટીશાએ 8 ડિસે.ના રોજ બપોરે 1.03 વાગ્યે સાહીલને મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે, મિહીર બહુ હેરાન કરે છે મરવાનું કહે છે હું મરી જાઉં છું ગાળો બોલે છે, મારા મામાની દુકાને જઇને બધુ કહી દે છે, મારા ઘરે આવવાનું કહે છે, હું નહીં મરુ તો એ મારશે શું કર્યું યાર મે એને એમ કહ્યું કે, હું કોના માટે મરું તો એ એમ કે છે કે, એમજ મર..

ઉપરાંત એમ પણ કહે છે કે હું જીવવા નહીં દઉં અને ગંદી ગાળો બોલે છે તથા મમ્મી પપ્પાને બધુ કહી દેવાની ધમકી આપે છે. તે મરવાનું કહે છે હું એની સાથે નથી તો પણ બોલે છે. આટલા મેસેજ બપોરે ટીશાએ કર્યા હતા. ઉપરાંત સાંજે ટીશાએ પણ મેસેજ કરી જણાવ્યું હતું કે, મિહીર કહે છે હું આજે નહીં મરું તો મિહીર ઘરે આવશે બધુ કહેશે અને તું  મરી જા નહીં તો જુદા જુદા નંબરથી મેસેજ કરીશ તેમ મિહીર કહે છે.

આ મામલે પુરાવા આવ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી છે તેથી ફરિયાદ કરવામાં સમય ગયો હતો. ત્યારે આ મામલે તપાસ જારી હોવાતી જામીન ન આપવા જોઇએ.

 33 ,  1