ક્રેશ થયેલું હેલિકોપ્ટર એવા પ્રકારનું હતું…

વાયુસેનાનું સૌથી શક્તિશાળી હેલિકોપ્ટર ગણાય છે…

તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત 14 અધિકારી સવાર હતાં. જેમાંથી 11ના મૃતદેહો મળ્યા છે. વાયુસેનાનું આ હેલિકોપ્ટર Mi-17 V5 આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોય છે. આ હેલિકૉપ્ટર સેનાના કેટલાક મહત્વપૂર્ણ અભિયાનોનો ભાગ પણ રહ્યું છે. આનું નિર્માણ રશિયા કરે છે. તેને સેના અને આર્મ્સ ટ્રાન્સપોર્ટ માટે તૈનાત કરવામાં આવે છે. સર્ચ ઓપરેશનો, પેટ્રોલિંગ, રાહત અને બચાવ અભિયાનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

વાયુસેનાનું આ હેલિકોપ્ટર Mi-17 V5 આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોય છે. આ હેલિકૉપ્ટર સેનાના કેટલાક મહત્વપૂર્ણ અભિયાનોનો ભાગ પણ રહ્યું છે. આનું નિર્માણ રશિયા કરે છે. તેને સેના અને આર્મ્સ ટ્રાન્સપોર્ટ માટે તૈનાત કરવામાં આવે છે. સર્ચ ઓપરેશનો, પેટ્રોલિંગ, રાહત અને બચાવ અભિયાનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ હેલિકૉપ્ટરની મહત્તમ ગતિ 250 કિમી/ પ્રતિ કલાક છે. આ 6000 મીટરની મહત્તમ ઉંચાઈ સુધી પહાડી જેવા વિસ્તારોમાં પણ ઉડાન ભરવામાં સક્ષમ માનવામાં આવે છે. એકવાર ઈંધણ ભર્યા બાદ આ 580 કિમી. સુધી દુર જઇ શકે છે. આ મુશ્કેલીના સમયમાં પણ ઉડાન ભરવામાં સક્ષમ છે.

જણાવાય રહ્યું છે કે, 2008માં થયેલા મુંબઈ હુમલા દરમિયાન NSG કમાન્ડો આ હેલિકૉપ્ટર્સની મદદથી કોલાબામાં આતંકવાદીઓ સાથે મુકાબલો કરવા માટે ઉતર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, સપ્ટેમ્બર 2016માં જમ્મુ કાશ્મીરમાં LoC પર પાકિસ્તાની લોન્ચ પેડને તબાહ કરવા માટે જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં પણ આ હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી