ખામ થિયરીના સર્જક હતા માધવસિંહ સોલંકી

વિધાનસભામાં 182માંથી 149 બેઠકોનો વિક્રમ સોલંકીના નામે અકબંધ

જુલાઇ માસમાં ગુજરાતના જે ચાર પૂર્વ મુખ્યમંત્રીઓના જન્મદિવસ આવે છે તેમાંથી વધુ એક પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 9 જાન્યુઆરીના રોજ નિધન થયું છે. તાજેતરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 149 બેઠકો જીતાડીને લાવવાનો વિક્રમ હજૂ પણ સોલંકીના નામે અકબંધ છે. કોઇ રાજકીય પક્ષ આ વિક્રમને તોડી શક્યા નથી. સોલંકીએ 1985ની ચૂંટણીમાં ખામ થિયરીના આધારે કોંગ્રેસને 149 બેઠકો અપાવી હતી.

ખામ એટલે ક્ષત્રિય, હરિજન(દલિત) આદિવાસી અને મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે સોલંકીએ કોંગ્રેસના તે વખતના ધુરંધર નેતા ઝીણાભાઇ દરજીની સાથે મળીને ખામ થિયરી બનાવી હતી. અને 1985ની વિધાનસભાની ચૂંટણીમાં અમલ થયો હતો. પરિણામ જે આવ્યું તે એવું આવ્યું કે તે વિક્રમ હજૂ સુધી કોઇ તોડી શક્યા નથી. ભાજપને 182માંથી મહતમ્ 123 બેઠકો જ મળી શકી છે. જો કે 2017ની ચૂંટણીમાં 182માંથી 99 બેઠકો ભાજપને મળી હતી.

માધવસિંહ અને દરજીએ જે ખામ થીયરી અપનાવી તેને ત્યારબાદ બીજા રાજકીય પક્ષો પણ એક યા બીજી રીતે અનુસરી રહ્યા છે. પરંતુ તેને ખામ થીયરી એવું નામ આપવામાં આવતું નથી. ગુજરાતમાં પણ આદિવાસી, દલિતો અને ક્ષત્રિયોને પોતાની તરફ લાવવા માટે ભાજપે ખાસ્સા પ્રયાસો કર્યા અને તેનું રાજકીય પરિણામ પણ ભાજપની તરફેણમાં આવ્યું છે.

ગુજરાતના રાજકારણમાં જુલાઇ માસમાં ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ, અમરસિંહ ચૌધરી અને માધવસિંહ સોલંકીના જન્મદિવસ આવે છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં રાજકીય ક્ષેત્રે નવા નવા પ્રયોગો થાય છે. હવે ગુજરાતના રાજકારણમાં સત્તાવાર રીતે મુસ્લીમ પક્ષનો પ્રવેશ થવા જઇ રહ્યો છે. આ પક્ષના નેતા ઔવેસી અને ગુજરાતના આદિવાસી નેતા છોટુ ભાઇ વસાવાાની પાર્ટી બીટીપી વચ્ચે ગઠબંધન થવા જઇ રહ્યું છે. જેની શરૂઆત સ્થાનિક ચૂંટણીઓમાં થશે.

1985માં વિક્રમજનક બેઠકો જીત્યા બાદ તેમની સામે અનામત વિરોધી આંદોલન શરૂ થયું હતું જે ત્યાર બાદ કોમી રમખાણોમાં ફેરવાઇ ગયું હતું. અને અમદાવાદમાં લશ્કર બોલાવવાની ફરજ પડી હતી. તાત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સોલંકીને મુખ્યમંત્રી પદેથી દુર કર્યા તે પછી ગુજરાતમાં કોંગ્રેસને ક્યારેય પણ સત્તા મળી શકી નથી.

 39 ,  1