અમદાવાદમાં ભયંકર કોરોના સંક્રમણ વચ્ચે આગામી સોમવારથી ફરી એક વખત ક્રિકેટ કાર્નિવલ શરુ થશે

હાઈ પ્રોફાઈલ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨ મેચ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ૨૬ એપ્રિલથી રમાશે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આગામી ૨૬ એપ્રિલથી અમદાવાદમાં કોરોનાના વિસ્ફોટ વચ્ચે હવે ફરી એક વખત ક્રિકેટ કાર્નિવલ શરુ થવા જઈ રહ્યો છે.આઈપીએલના નિર્ધારિત કાર્યકમ અનુસાર અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કુલ ૧૨ મેચ રમાશે.

જેમાં પ્લે ઓફ અને ફાઈનલ મેચનો પણ સમાવેશ થવા જાય છે.જયારે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ સૌથી વધારે લીગ મેચ અમદાવાદમાં રમશે.

૨૬ એપ્રિલે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ થશે જે અમદાવાદમાં રમાનારી પ્રથમ આઈપીએલ મેચ બનશે.કોરોના સંક્રમણના કારણે આ વર્ષે પણ આઈપીએલ સ્પર્ધા બાયો સિક્યોર બબલ્સના નિયમ અનુસાર રમાઈ રહી છે. જેમાં દર્શકોને સ્ટેડીયમમાં પ્રવેશની મંજુરી નથી .

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત મહીને પણ અમદાવાદના મોટેરા સ્થિત નવનિર્મિત સ્ટેડીયમમાં પ્રવાસી ઇંગ્લેન્ડ અને યજમાન ટીમ ઇન્ડિયા વચ્ચે બે ટેસ્ટ મેચ અને પાંચ ટી-૨૦ મેચ રમાઈ હતી જેના લીધે ક્રિકેટ કાર્નિવલ જેવો માહોલ સર્જાયો હતો.

આ વખતે પણ ૧૨ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ કાર્નિવલ જેવો જ માહોલ ફરી જામશે જેમાં કોઈ શક નથી.

 65 ,  1