અમદાવાદ : લગ્નના 10 મહિના બાદ વહુ બની હત્યારણ, સાસુને ઉતારી દીધી મોતને ઘાટ

પુત્રવધૂએ ઘરકંકાસથી કંટાળીને સાસુની કરી ઘાતકી હત્યા, પોલીસે કરી અટકાયત

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં ઘર કંકાસને લઇ પુત્રવધૂએ સાસુને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મરી ગઇ છે. સાસુ-વહુ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં 10 મહિના પહેલા લગ્ન કરીવે સાસરે આવેલી વહુએ લોખંડના પાઇપથી માર મારીને સાસુને લોહીલૂહાણ કરી નાંખ્યા હતા અને ત્યાર બાદ સાસુને સળગાવવાનો પ્રયાસ કરતા મોત થયું હતું. આ મામલે સોલા પોલીસે હત્યારણ વહુ અને પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના વિગત મુજબ, શહેરના ગોતા વિસ્તારમાં સત્યમેવ વિસ્ટા સામે આવેલા રોયલ હોમ્સમાં રેખા અગ્રવાલ નામની મહિલાની તેના દીકરાની વહુ નિકિતા અગ્રવાલે હત્યા કરી નાંખી છે.આ ઘટનામાં પોલીસે આરોપી નિકીતા અગ્રવાલની ઘરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે કે પુત્રવધૂના લગ્નને હજુ 10 મહિના જ થયા હતા, તેવામાં ઘરમાં સાસુ-વહૂ વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જેમાં આ ઘટનાને અંજામ અપાયો છે. 

મૃતક રેખાબેન અગ્રવાલ

પોલીસ ફરિયાદ મુજબ, રેખાબેન રામનિવાસ અગ્રવાલના પુત્ર દીપકના લગ્ન 10 મહિના અગાઉ નિકિતા ઉર્ફે ન્યારા સાથે થયા હતા. લગ્ન થયાના શરૂઆતના મહિનાથી પુત્રવધૂ નિકિતા અને સાસુ રેખાબેન વચ્ચે બોલાચાલી, તકરાર અને ઝગડા થતા રહેતા હતા. અવાર-નવાર ચાલતી આ તકરાર અને સામાન્ય બોલાચાલીએ મંગળવારે રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.

આ દરમિયાન ઉશ્કેરાયેલી નિકિતાએ સાસુ રેખાબેનને લોખંડના સળિયા વડે માથામાં ફટકા માર્યા હતા. લોહીથી લથપથ સાસુ રેખાબેન જમીન પર ઢળી પડ્યા હતા. એટલું જ નહીં પુરાવાનો નાશ કરવા માટે નિકિતાએ રેખાબેનની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘરની અંદર લોહીથી લથપથ હાલતમાં અને દિવાલો પર લોહીના છાંટાઓ જોઈને પોલીસ ચોંકી ગઈ હતી. સાસુની લાશ વિકૃત અવસ્થામાં પડી હતી. તેનું માથુ સળગી ગયેલી હાલતમાં હતું. આ ઘટના ગઈકાલે મોડી રાતે (મંગળવારે) બની હતી.

સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી કલાકોમાં જ પુત્રવધુની અટકાયત કરી લીધી હતી. આ ઘટનામાં ભોગ બનનાર મૃતક રેખાબેન અગ્રવાલને પુત્રવધૂએ ઘરના ઝઘડામાં આવેશમાં આવી જઈને માથામાં લોખંડનો રોડ માર્યો હતો, ત્યારબાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પુત્રવધુ નિકિતા અગ્રવાલની સોલા પોલીસે પુછપરછ હાથ ધરી હતી. તેમાં પ્રાથમિક પુછપરછમાં લગ્નને 10 મહિના થયા છે અને ઘરમેળના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.

 98 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર