કોરોના કહે છે- મૈં તો રસ્તે સે જા રહા થા, મૈં તો વાપિસ જા રહા થા….

ફરીને દિવસો આવ્યાં કોરોનાના, ઉકાળાના, સેનેટાઇઝરના અને ધોતે રહો…!!

જો ધ્યાન નહીં રાખો તો કોરોનાની બીજી લહેર, સેકન્ડ વેવ…ભરડો લઇ લેશે…

માસ્ક પહેન કે રખો..સેનેટાઇઝર સે હાથ ધોતે રહો..વરના ઢૂંઢતે રહ જાઓગેં…!!

સાવધાની હટી દુર્ઘટના ઘટી…! આપણે જ આપણું ધ્યાન રાખવાનું છે…

ધંધો-પાણી બરાબર જામ્યા, લોકો ગરબે રમ્યા અને ધડામ દઇને કેસો વધ્યા..

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

ગુજરાતમાં કોરોનાના પ્રવેશને એક વર્ષ પુરૂ થયું. ગયા વર્ષે 19 માર્ચના રોજ રાજ્યમાં 3 કેસ નોંધાયા હતા. સુરત અને રાજકોટમાં. એક વર્ષ પછી સુરતની શું હાલત છે..? કેસો વધતા સુરતમાં જે લોકો બીજા રાજ્યોમાંથી આવશે તેમને ફરજિયાત 7 દિવસ ક્વોરોન્ટાઇનમાં એટલે કે અલગ રહેવુ પડશે… પોતાના ખર્ચે અથવા સરકારી ખર્ચે. પાછલા વર્ષે લોકડાઉન દરમિયાન કોરોનાની જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ ફરી જોવા મળી રહી છે, સાવધાની હટી દુર્ઘટના ઘટી…!

બરાબર એવુ જ થયું છે. લોકોએ 2021ના નવા વર્ષમાં કોરોના પ્રત્યે સાવધાની રાખવાનું છોડી દેતા બાય..બાય.. ટા..ટા…કહીને વિદાય લઇ રહેલ કોરોના જતાં જતાં ફરી આવી ગયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને ચેતવણી આપી છે કે જો ધ્યાન નહીં રાખો તો કોરોના વાઇરસની બીજી લહેર, બીજુ મોજુ, સેકન્ડ વેવ…ભરડો લઇ લેશે. દવાઇ ભી –કડાઇ ભી… પણ લોકો માને તો ને…? અને લોકો પણ બિચારા શું કરે….? ગયા વર્ષે લગભગ 9-10 મહિના લોકડાઉન…કર્ફ્યુ…ટેસ્ટીંગ…સેનેટાઇઝર….હોમ ક્વોરોન્ટાઇન…આઇસોલેશન…સારવાર…હાથ ધોતા ધોતા…વીતી ગયા અને લોકડાઉન બાદ ધંધો-પાણી બરાબર રાગે આવ્યું કે કોરોનામહાશય કહેવા લાગ્યા- આવી બેદરકારી…? ના હું તો નહીં જાઉ..ગુજરાત કા ઘર પ્યારા લગે….અને ગુજરાતમાં ધડામ કરીને એક જ દિવસમાં 1100 કેસો નોંધાયા…!

કેમ એવુ થયું….? આ છે સંભવિત કારણ- કોરોના..? .છોડો ને યાર…રસી આવી તો ગઇ .!.કોરોના થયો તો એક રસી લઇ લો..કોરોના ગાયબ..!ચલો ખાઉ ગલીમાં જાતે હૈ…પાઉભાજી ખાતે હૈ…( ઔર કોરોના કો ઘર મેં લાતે હૈ….)

એક નજર……હેડલાઇન….

ભારતમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો…

102 દિવસ પહેલા નોંધાયા હતા એટલા કોરોનાના કેસ ફરી આવ્યાં…

છેલ્લાં 24 કલાકમાં દેશમાં 35,886 નવા કેસ નોંધાયા…

એકલા મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ એટલે કે 23 હજાર ….!!

ભારતમાં 102 દિવસ પહેલા નોંધાયા હતા એટલા કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. ગઇકાલે બુધવારે ભારતમાં 35,886 નવા કોરોના પોઝિટિવ કેસ 24 કલાકમાં નોંધાયા….! હજુ ફરો માસ્ક વગર….! મહારાષ્ટ્રની સ્થિતિ અગાઉની જેમ જ હજુ પણ સૌથી ખરાબ છે. દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 64% કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે….

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 23,179 નવા કેસ નોંધાયા છે…. સાવધાન…નોંધી લો એક જ દિવસમાં 23 હજાર કેસ.. ગુજરાતમાં એક જ દિવસમાં 1100 કેસ નોંધાતા રાડારાડ મચી ગઇ જ્યારે મહારાષ્ટ્રમાં 23 હજાર કેસ….!! , મુંબઈનો એક દિવસના કેસનો રેકોર્ડ 2,377 નોંધાયો…!

મહારાષ્ટ્રમાં 6 મહિના પછી આટલા બધા કેસ એક જ દિવસમાં નોંધાયા..! આ પહેલા 17 સપ્ટેમ્બરે રાજ્યમાં 24,619 કેસ નોંધાયા હતા. ચાલુ સપ્તાહમાં મહારાષ્ટ્રમાં મંગળવારની સરખામણીમાં બુધવારે 30% વધુ કેસ નોંધાયા રાજ્યમાં કુલ કેસનો આંકડો 23,70,507 પર પહોંચ્યો.. 1 થી 17 માર્ચ દરમિયાન 4 વખત જૂના કેસોના રેકોર્ડ તૂટ્યા….બિચ્ચારી ઠાકરે સરકાર, અંબાણી કેસમાં ટેન્શનમાં છે, એનએઆઇની તપાસ છે અને ગઠબંધનમાં તકરાર છે ત્યારે એવા સમયે માસ્ક વગર લોકલ ટ્રેનોમાં તથા અન્ય સ્થળોએ ફરતાં લોકોને કારણે યે સારા મામલા ગંભીર હોતા જા રહા હૈ…!!.

લોકો સમજે અને વિચારે. જે રસી આવી છે એ તમને કોરોના થતાં અટકાવશે પણ કોરોના થયો તો તેમાં આ રસી નહીં પણઁ બીજી બધી સારવાર આપવી પડશે જે અપાતી આવી છે છેલ્લાં એક વર્ષથી. અધૂરામાં પુરૂ, ગુજરાતમાં અમદાવાદમાં અમ્યુકોએ ખાનગી હોસ્પિટલો સાથે કોરોનાના દર્દીઓની મફત સારવારના કરેલા કરારો રદ્દ કર્યા છે…એટલે નવા કરારો થાય ત્યાં સુધી એવા દર્દીઓએ સરકારી હોસેપિટલોમાં જ સારવાર માટે જવુ પડશે, રહેવુ પડશે. અલબત્ત, નવા કરારો કરશે અને કરવા પડશે કેમ કે કેસો વધી રહ્યાં છે. સરકારી હોસ્પિટલોમાં પણ દાખલ કરી કરીને કેટલાને રાખશે…?

ફરી યાદ કરો…જાન હૈ તો જહાન હૈ….જબતક દવાઇ નહીં તબતક ઢિલાઇ નહીં….દવાઇ ભી…કડાઇ ભી…દો ગજ કી દૂરી બનાયે રખે…માસ્ક અવશ્ય પહેન કે રખો..સેનેટાઇઝર સે હાથ ધોતે રહો…ધોતે રહો…વરના ઢૂંઢતે રહ જાઓગેં…!!

અને તે માટે જવાબદાર છે આપણે સૌ…વી ધ પીપલ…પીપલ ઓફ ઇન્ડિયા…પીપલ ઓફ ગુજરાત..! અબ ભી સમય હૈ….ઇસસે પહલે કી દુસરી લહેર….દુસરા હમલા હો…સંભલ જાઓ ગુજરાત વાલો…! કોરોના ખડખડાટ…હસી રહ્યો છે, ગોવિંદા સ્ટાઇલમાં ગાઇ રહ્યો છે- મૈં તો રસ્તે સે જા રહા થા.. મૈં તો વાપિસ જા રહા થા…તું તો ભેલપૂરી ખા રહા થા…મુઝે ફિર સે બુલાયા…. મૈં ક્યા કરૂ…?!

ક્યાં કેટલા કેસો નોંધાય 24 કલાકમાં….

પંજાબ (2,039 કેસ, 23 સપ્ટેમ્બર પછી નોંધાયેલા સૌથી વધુ કેસ),

કર્ણાટકા (1,275, 9 ડિસેમ્બર પછી નોંધાયા સૌથી વધુ કેસ),

ગુજરાત (1,122, 16 ડિસેમ્બર પછી સૌથી વધુ કેસ નોંધાયા),

તામિલનાડુ (945, 29 ડિસેમ્બર પછી સૌથી વધુ કેસ નોંધાયા),

છત્તીસગઢ (887, 9 જાન્યુઆરી પછી આટલા બધ કેસ નોંધાયા),

મધ્યપ્રદેશ (832, 6 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા),

હરિયાણા (555, ડિસેમ્બર 20 પછી આટલા બધા કેસ નોંધાયા),

દિલ્હી (536, 6 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા),

રાજસ્થાન (313, 13 જાન્યુઆરી પછી આટલા બધા કેસ નોંધાયા),

પ.બંગાળ (303, 24 જાન્યુઆરી પછી આટલા બધા કેસ નોંધાયા),

ઉત્તરપ્રદેશ (261, 26 સપ્ટેમ્બર પછી આટલા કેસ નોંધાયા),

તેલંગાણા (247, 20 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા),

ચંદીગઢ (201, 26 સપ્ટેમ્બર પછી આટલા કેસ નોંધાયા),

હિમાચલ (167, 1 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા),

જમ્મુ અને કાશ્મીર (126, 17 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા)

ઉત્તરાખંડ (110, 23 જાન્યુઆરી પછી આટલા કેસ નોંધાયા)

અને પોંડિચેરી (52, 2 ડિસેમ્બર પછી આટલા કેસ નોંધાયા)……કોઇ શક…? !

દિનેશ રાજપૂત

 140 ,  1