પુણ્યતિથિઃ આજે પણ લોકોને પ્રેરણા આપે છે APJ અબ્દુલ કલામ …

દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન એપીજે અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ આજે પણ લોકોને પ્રરેણા આપે છે.કલામ હવે ભલે આપણી વચ્ચે ન રહ્યા,પરંતુ તેમણે શીખવાડેલી વાતો લોકો વચ્ચે જીવંત છે.કલામને ભારતીય મિસાઈલ પ્રોગ્રામના જનક માનવામાં આવે છે.આ ઉપરાંત તે દેશના એવા રાષ્ટ્રપતિ હતા જેમને ‘જનતાના રાષ્ટ્રપતિ’ કહેવામાં આવતા હતા. 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમાં જન્મેલા અબ્દુલ કલામનુ મૃત્યુ 27 જુલાઈ 2015ના રોજ થયુ તો આખો દેશ શોકમાં ડૂબી ગયો. 85ની ઉંમરમાં યુવાનોનું જોશ ધરાવતા કલામનુ મૃત્યુ મેઘાયલમાં થયુ હતુ જ્યારે તે બાળકોને લેક્ચર આપી રહ્યા હતા. ગરીબીમાં બાળપણ વીત્યા બાદ પણ તે એક સફળ વૈજ્ઞાનિક અને એન્જિનિયર રૂપે પ્રખ્યાત છે. અબ્દુલ કલામે પોતાના જીવનકાળમાં ઘણા એવા અનમોલ વિચાર આપ્યા જે લોકો માટે પ્રેરણાદાયક બન્યા. અહીં અમે તમને તેમણે લખેલા અમુક ખાસ કોટ્સ બતાવવા જઈ રહ્યા છે જે તમારા માટે એક બહેતર જીવન વ્યતીત કરવાં સહાયક બની શકે છે.

અબ્દુલ કલામ પુણ્યતિથિઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના 10 મહત્વપૂર્ણ કોટ્સ

‘સૂરજ જેવુ ચમકવુ હોય તો સૂરજ જેવા બળો’
જો તમે સૂરજની જેમ ચમકવા ઈચ્છતા હોવ તો પહેલા સૂરજની જેમ બળો.
તમારા મિશનમાં સફળ થવા માટે, તમારે તમારા લક્ષ્‍ય પ્રત્યે એકચિત્ત નિષ્ઠાવાન થવુ પડશે.
આપણે હાર ન માનવી જોઈએ અને આપણે સમસ્યાઓથી પોતાને હરાવવા ન દેવા જોઈએ.
સપના એ નથી જે તમે ઉંઘમાં જુઓ, સપના એ છે જે તમને ઉંઘ ન આવવા દે.
પોતાની આજ કુરબાન કરો જેથી આગળ આવનારી પેઢીને સારી કાલ મળી શકે.
વિજ્ઞાન માનવતા માટે એક સુંદર ભેટ છે, આપણે એને બગાડવુ ન જોઈએ.
જો કોઈ દેશને ભ્રષ્ટાચાર મુક્ત થવુ હોય અને સુંદર દિમાગવાળા લોકોથી ભરવુ હોય તો સમાજમાં ત્રણ એવા લોકો છે જે આવુ કરી શકે છે. તે છે – પિતા, માતા અને અધ્યાપક.
રચનાત્મકતા ભવિષ્યમાં સફળતાની કુંજી છે અને પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ શિક્ષક બાળકોની રચનાત્મકતાને ઉભારી શકે છે.
‘મુશ્કેલીઓથી મળેલી સફળતામાં જ આનંદ છે’

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી