September 21, 2020
September 21, 2020

AMC સેક્રેટરી ઓફિસના ડ્રાઇવરનું કોરોનાથી મોત, PM મોદીએ પરિવારને સાંત્વના આપી

PM મોદીએ પરિવારના સભ્યોને ફોન કરી સાંત્વના આપી શ્રદ્ધાંજલિ પાઠવી 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેક્રેટરી ઓફિસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હરીશભાઈ કોષ્ટીનું કોરોનાને કારણે નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરીશભાઈ કોષ્ટીના નિધન પર દુઃખ વ્યકત કરી પરિવારને સાંત્વના આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમાચાર મળતા જ પરિવારના સભ્યોને ફોન કરી સાંત્વના આપી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જણાવી દઇએ, હરીશભાઇ કોષ્ટી PM મોદી સાથે RSS મા કાર્યરત હતા. સમાચાર મળતા જ વડાપ્રધાને પરિવારના સભ્યઓને ટેલીફોન કરી હરીશ કોષ્ટીના નિધન અંગે સાંત્વના આપી શ્રધાંજલી પાઠવી. આજે પણ વડાપ્રધાન મંત્રીએ આ અગાઉ પણ કોરોના વાયરસના પગલે અનેક કાર્યકર્તાઓ સાથે ટેલિફોન પર વાત કરી ચુક્યા છે.

જણાવી દઇએ, રાજ્યમાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસમાં અચનાક વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસ કોરોનાના 1,000 કરતાં વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 52,563 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 2257 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ 37958 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,92,123 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 96 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર