September 25, 2020
September 25, 2020

AMCનો નિર્ણય,નિયુક્ત હોસ્પિટલોમાં વધુ 500 બેડની વ્યવસ્થા કરી

ગુજરાતમાં કાળમુખો કોરોના વધારેમાં વધારે લોકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. રાજ્યમાં સતત કેસોની સંખ્યા વધી રહી છે. ગઇ કાલના 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 1144 કેસો નોંધાયા હતા. જ્યારે 24 લોકોનાં મોત નિપજ્યા હતા, અમદાવાદમા પણ 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમદાવાદમાં કોરોનાનો આંક ઘટી રહ્યો છે પરંતુ અનલોક-3માં રાહત આપતા આ આંકડામાં ઉછાળો પણ આવી શકે છે.

હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના ટેસ્ટમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને લઈ AMCએ એક મહત્વનો નિર્ણય પણ લીધો છે. કોર્પોરેશને વધુ 15 કોવિડ હોસ્પિટલની યાદી જાહેર કરી છે. નિયુક્ત હોસ્પિટલોમાં વધુ 500 બેડની વ્યવસ્થા કોવિડ પેશન્ટ માટે કરવામાં આવી છે. હાલમાં AMC પાસે સરપ્લસ બેડ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહિં આશ્ચર્યની વાત એ છે કે, અમદાવાદ શહેરમાં ગઇ કાલે 141 કેસ નોંધાયા હતા. જ્યારે આ પહેલા અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો અને રોજ 300થી વધુ કેસો આવી રહ્યા હતા.

ત્યારે હાલમા તે પરિસ્થિતિ કરતા હવે અમદાવાદ શહેરમાં ઓછા કેસો આવી રહ્યા છે તો પછી કોર્પોરેશન શામાટે 500 બેડની વ્યવસ્થા કરી રહી છે.  ત્યાં જ હવે AMC હાલ ખાનગી હોસ્પિટલોનો ઉપયોગ નહીં કરે. પરંતુ જરૂર પડ્યે AMCના 50% ક્વોટાનો ઉપયોગ કરી શકશે. હોસ્પિટલો 100 % બેડ ખાનગી દર્દી માટે વાપરી શકશે. 1 જૂને નક્કી કરાયેલા આદેશ પ્રમાણે હોસ્પિટલો ચાર્જ વસૂલી શકાશે અને અમદાવાદ બહારના દર્દીઓને પણ દાખલ કરી શકશે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર