મેયર કહે છે માસ્ક ન પહેરવા પર દંડ નહીં, પોલીસ કહે છે દંડ વસૂલાશે

સુરત મેયરના વિચિત્ર નિર્ણયને કારણે પોલીસ દોડતી થઇ

સુરત પાલિકાના નિર્ણયને પોલીસ કમિશનરે બદલ્યો

સુરતમાં માસ્ક ન પહેરવા પર દંડ નહીંના નિર્ણયને લઇને વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. મેયરની જાહેરાત બાદ સુરત પોલીસ કમિશનર મુત્સદ્દી ભર્યો જવાબ સામે આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે વિરોધાભાસી નિવેદન આપતા જણાવ્યું હતુ કે, માસ્ક નહીં પહેરશો તો દંડ થશે. માસ્કનો સંદેશ ક્લિયર છે. જો બઘા માસ્ક પહેરશે તો દંડની વાત ક્યા આવે છે. લોકોને અપીલ છે કે માસ્ક પહેરો. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરો અને કોરોનાથી બચો. માસ્ક મુદ્દે કોઇ પણ સમાધાન નહીં કરવામાં આવે. સુરતમાં માસ્ક નહીં પહેરનારને દંડ થશે. રાજ્યમાં કાયદો અને કોર્ટ પણ માસ્ક પહેરવાનું કહે છે. ગરીબોને માસ્ક આપીશું અને માસ્ક વિના દંડ પણ કરીશું

ગઈકાલે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, માસ્ક ન પહેરનાર પાસેથી દંડ નહિ વસૂલાય. આ નિર્ણય મામલે અનેક મતભેદો સર્જાયા હતા. જેના બાદ આજે જાહેરાતના 24 કલાકમાં જ સુરત મહાનગરપાલિકાએ ફેરવી તોળ્યું છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી કે, માસ્ક માટે દંડ તો વસૂલાશે જ. માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલાશે જ. માસ્ક અનિવાર્ય છે.  

લોકોએ ગભરાવવાની જરૂર નથી પણ સાવધાની રાખવાની ખાસ જરૂર : CM

અત્રે નોંધનીય છે કે, CM રૂપાણીએ કોરોનાના કેસો વધતા નિવેદન આપતા જણાવ્યું કે, ‘કોરોનાના કેસો વધતા જાય છે, ત્યારે અમારી ધારણાં એવી છે કે હજુ અઠવાડિયું કરોનાના કેસ વધશે પરંતુ તબક્કાવાર આ કેસમાં ઘટાડો થશે. પરંતુ કોરોના અનપ્રિડિક્ટેબલ છે જેથી સરકાર સંપૂર્ણ સજાગ છે. જો કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવાની ખાસ જરૂર છે. આના બે જ ઉત્તર છે કે, બધાં માસ્ક પહેરી રાખો અને ઝડપથી વેક્સીન લો.

 100 ,  1