ઈન્ટરનેશનલ ફ્લાઈટ 15 ડિસેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય માંડી વાળ્યો

ઓમિક્રોનનો ખતરો જોતા સરકારનો યુ-ટર્ન

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રનના પગલે ભારત સહિત વિશ્વના દેશોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે જેને પગલે કેટલાય દેશો ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધો લાદી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ભારત સરકારે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે આ વિચાર માંડી વાળ્યો છે. નોંધનીય છે કે, મોદી સરકારે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના DGCAએ એક પ્રેસ નોટ બહાર પાડીને જણાવ્યું કે વિદેશમાં ઓમિક્રોન વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે. જેના કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની અવરજવર 15 ડિસેમ્બરથી શરૂ થશે નહીં. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ જણાવ્યું હતું કે, 15 ડિસેમ્બરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો નિર્ણય હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કોરોનાના નવા વેરિઅન્ટ Omicron ના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 નવેમ્બરના રોજ ઓમિક્રોન પર સમીક્ષા બેઠક કરી હતી. જેમાં 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું. પીએમએ વિદેશથી આવતા લોકો પર કડક દેખરેખ રાખવાની પણ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે વિદેશમાં ઓમિક્રોન વેરિયન્ટના વધી રહેલા કેસોને પગલે મોદી સરકારે આ નિર્ણય લીધો છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી