September 19, 2021
September 19, 2021

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનની ઘટી લોકપ્રિયતા

એપ્રૂવલ રેટિંગમાં ભારે ઘટાડો, જાણો શું છે કારણ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની બાઈડન સરકારે અમેરિકી સૈન્યોની વાપસી અને તાલિબાની હુકૂમતો બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રત્યે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિના આ નિર્ણયનો માત્ર અમેરિકામાં જ નહીં સમગ્ર વિશ્વમાં વિરોધનો સૂર ઉઠ્યો છે જેના પગલે રાષ્ટ્રપતિ જો બાઈડનનું અપ્રૂવલ રેટિંગ ઓછુ થઈ ગયુ છે. અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસી બાદ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે. નોંધનીય છે કે, 15 ઓગસ્ટના રોજ તાલિબાને કાબુલ પર કબ્જો કરી લીધો અને 31 ઓગસ્ટ સુધી અમેરિકાએ પોતાના તમામ સૈનિકો-નાગરિકોને સુરક્ષિત ત્યાંથી નીકાળી દીધા.

બે ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની અપ્રૂવલ રેટિંગ 43 ટકા આવી ગઈ છે. જે રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી નીચલા સ્તરે છે. અમેરિકીઓએ જો બાઈડનની વિદેશી નીતિની નિંદા કરી છે. સાથે જ અફઘાનિસ્તાનથી સૈનિકોને બોલાવવાને લઈને બાઈડનની ભૂમિકાને વિફળ કરાર દીધી છે.

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડને આડે હાથ લીધા હતા અનેકહ્યુ હતુ કે બાઈડનનો આ નિર્ણય યોગ્ય નથી. જોકે, બાઈડને અમેરિકી સેના અને રાષ્ટ્રહિતમાં આ નિર્ણયને ગણાવ્યો હતો.

રાષ્ટ્રપતિ બાઈડનના આ નિર્ણયનો વિરોધ માત્ર રાજકીય દળોએ કર્યો નથી પરંતુ અમેરિકી સેનાના પૂર્વ અધિકારીઓએ પણ વિરોધ કર્યો. પૂર્વ અધિકારીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકાના ફેલિયર પર સેનાના જવાનો અને અધિકારીઓ પાસે રાજીનામાની માગ કરી છે. લેફ્ટનન્ટ જનરલ વિલિયમ જેરીએ કહ્યુ કે આ સમગ્ર રીતે વ્હાઈટ હાઉસ, વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયની નાકામી છે.

 52 ,  1