વડાપ્રધાન સહિત મહાનુભાવોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા અટલજીને

અટલજીની 97મી જન્મજંયતીએ દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અર્પિત

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે 97મી જયંતી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, આદરણીય અટલજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. અટલજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. અમે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ. તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની વિકાસની પહેલથી લાખો ભારતીયો પર સકારાત્મક અસર કરી છે. રાજનાથ સિંહે લખ્યું કે, હું અટલજીને તેમની જન્મજયંતિ પર નમન કરું છું. તેઓ એક મહાન રાષ્ટ્રવાદી હતા, જેમણે એક પ્રતિષ્ઠિત વક્તા, એક અદ્ભુત કવિ, એક સક્ષમ વહીવટકર્તા અને નોંધપાત્ર સુધારાવાદી તરીકે પોતાની છાપ ઊભી કરી હતી. ભારતના જાહેર જીવનમાં અટલજીના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં.

આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમના સ્મારક સ્થળે પુષ્પ અર્પિત કરીને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકથી વડાપ્રધાન સુધીની સફર કરનાર અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. અટલ બિહારી વાજપેયી પત્રકારત્વ કર્યા પછી રાજકારણમાં આવ્યા હતા.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી