પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની શિષ્યા દિશાએ કરી કબૂલાત, પીડિતાને મોકલતી હતી રૂમમાં..

પ્રશાંતના દરેક કાર્યમાં સહકાર આપતી હતી દિશા, કોઇ મહિલાનું શોષણ થાય તોપણ તે ચૂપ રહેતી

જેલમાં બંધ પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે દુષ્કર્મની ફરિયાદ રોજ નવા નવા ખુલાસો સામે આવી રહ્યા છે. આ મામલે પોલીસે પ્રશાંતની શિષ્યાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન શિષ્યા દિશા ઉર્ફે જોન સચદેવે એવી કબૂલાત કરી છે કે તેણે પીડિતાને પ્રશાંત ઉપાધ્યાયના રૂમમાં મોકલતી હતી.

ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને વેકેશન દરમિયાન પોતાના આશ્રમમાં સેવા માટે રાખી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, બગલામુખી મંદિરનો કહેવાતો ગુરુ પ્રશાંતે સગીરાને નશાયુક્ત ગોળી ખવડાવી દુષ્કર્મ આચરી વીડિયો શુટિંગ કર્યું હતું. જે બાદ તેને ધાક ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું.

અંગત સેવિકા દિશા જોને કબૂલાત કરી છે કે કોઇ મહિલાઓનું શોષણ થતું હોય ત્યારે તે ચૂપ જ રહેતી હતી. દિશા પ્રશાંતથી એટલી પ્રભાવિત હતી કે તેને સામે સવાલ પણ નહોતી કરતી. પોલીસને જાણવા મળ્યું હતું કે 12 વર્ષથી પ્રશાંતની સતત સાથે રહેલી દિશા જોન તેનાથી એટલી પ્રભાવિત હતી કે તે તેની સામે સવાલ સુધ્ધાં કરતી નહોતી અને પ્રશાંતના દરેક કાર્યમાં તે સહકાર આપતી હતી. પ્રશાંતે તેનું પણ શોષણ કર્યું હતું અને છતાં અન્ય કોઇ મહિલાનું શોષણ થાય તોપણ તે ચૂપ રહેતી હતી.

બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે એક કિશોરી પર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ કેસમાં પાખંડી પ્રશાંતની સેવિકા દિશાએ અનેક ખુલાસા કર્યાં છે. દિશાએ કબૂલાત કરી છે કે તેણી જ પીડિતાને પ્રશાંતના રૂમમાં મોકલતી હતી. એટલું જ નહીં જ્યારે પીડિતાનુ શોષણ થતું હતું ત્યારે તેણી ચૂપ રહેતી હતી. એવી પણ માહિતી મળી છે કે દિશા તાંત્રિક પ્રશાંતથી એટલી પ્રભાવિત હતી કે, પ્રશાંત તેનું શારીરિક શોષણ કરતો હતો તો પણ તે કંઈ બોલતી ન હતી. એટલું જ નહીં, તેણી છેલ્લા 12 વર્ષથી પ્રશાંત સાથે રહેતી હતી. દિશા પ્રશાંત કહે તેમ કરતી હતી, ક્યારેય કોઈ સવાલ પણ કરતી ન હતી.

ધરપકડ બાદ પોલીસે દિશાનો મોબાઇલ ફોન પણ કબજે લીધો છે. હવે આ મામલે દુષ્કર્મના આરોપી પ્રશાંત ઉપાધ્યાયની જેલમાંથી ટ્રાન્સફર વૉરંટના આધારે ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ દિશાના કસ્ટડી રિમાન્ડ પૂરા થતાં તેણીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રશાંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. જે સમયે દુષ્કર્મ થયું હતું ત્યારે પીડિતા સગીર વયની હોવાથી પોલીસે પોક્સોની કલમ પણ લગાવી છે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર