મેઘાણીનગર વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની ધરપકડ

આડાસંબંધના વહેમમાં યુવકની બેરહેમીથી કરી હતી હત્યા

મેઘાણીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મંગેતરના યુવક સાથે આડાસંબંધ હોવાની આશંકાને પગલે હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં ઘાટ લગાવી યુવકને બેરહેમથી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે અલ્પુ પટણી અને સાહીલ પટણી નામના બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓએ મિત્રો સાથે ભેગા મળીને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હિતેશ પટણી નામના યુવકની સરેઆમ હત્યા નિપજાવી હતી. મહત્વનું છે કે આરોપી અલપુ પટણીની મંગેતરના તેના ઘરની પાડોશમાં રહેતા હિતેશ પટણી સાથે આડા સંબંધ હોવાની આશંકાએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપીએ પોતાના મિત્રોને સમાધાનના નામે રામેશ્વર પાસે કૈલાશ સ્કૂલની બાજુમાં રિક્ષામાં બેસાડી લઈ જઈ હિતેશ પટણીને ચપ્પુના અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં રથયાત્રા પછીના દિવસે એક જ દિવસમાં 3 હત્યાના બનાવો બનતા પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ ગુનામાં પોલીસે પ્રેમસંબંધમાં હત્યા થઈ હોવાની થિયરીના આધારે જ આરોપી સુધી પહોંચી હતી. 

 19 ,  1