આજે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે ભારતની તાકાત : PM મોદી

100 કરોડ રસીકરણનો ડોઝ એક આંકડો નહીં પણ એક નવા ભારતની તસવીર

દેશ કોરોના વિરુદ્ધ જંગમાં રસીકરણના 100 કરોડ ડોઝ આપવાનો આંકડો ગુરુવારે પાર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દેશને 10 વાગ્યે કોરોના કાળથી લઈને અત્યાર સુધીમાં 10મીં વાર રાષ્ટ્રને સંબોધન કર્યું છે.

પીએમ નેરેન્દ્ર મોદીએ કોવિડ વિરોધી રસીકરણ અંતર્ગત ગુરૂવારના ભારતના 100 કરોડ ડોઝનો આંકડો પાર કરવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશ પાસે છેલ્લા 100 વર્ષની સૌથી મોટી વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે હવે એક મજબૂત ‘સુરક્ષા કવચ’ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, ‘જયો મેં સબ્ય આહતમ… જો આપણે તેને ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણા દેશે એક તરફ ફરજ બજાવી છે. તેનું પાલન કરવામાં આવ્યું તો મોટી સફળતા મળી. ગઈકાલે જ ભારતે 100 કરોડ વેક્સિનના ડોઝનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. 130 કરોડ દેશવાસીઓની શક્તિ આની પાછળ લાગેલી છે. આ દરેક દેશવાસીની સફળતા છે. આ માત્ર એક આંકડો નથી. તે દેશની તાકાતનું પ્રતિબિંબ છે. આ એક નવા ભારતનું ચિત્ર છે જે અઘરું લક્ષ્ય પણ હાંસલ કરવા માંગે છે.

કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ 10મું સંબોધન છે. અગાઉ ગઈકાલે જ એટલે કે, ગુરૂવારે જ ભારતે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ લગાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કયા મુદ્દાઓને આવરી લેશે તેને લઈ સૌ કોઈ ઉત્સુક છે. ગણતરીના દિવસોમાં જ દિવાળી અને છઠ જેવા તહેવારો આવી રહ્યા હોવાથી વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં આગામી તહેવારોને લઈ દેશવાસીઓને કોરોના અંગે સાવચેત કરશે તેવી ધારણા છે.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી