કાવીઠા ગામને મોર્ડન બનાવવાનું સપનું મોડેલનું રહેશે અધુરૂ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મુંબઈની મોડલ એશ્રા પટેલનો પરાજય

મુંબઈની મોડેલ એશ્રા પટેલે પોતાના વતન કાવીઠા ગામમાં ચૂંટણીમાં ઝંપલાવીને ગ્લેમરસ બનાવી દીધી હતી.જોકે, આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે જેમાં એશ્રા પટેલનો પરાજય થયો છે જ્યારે હરીફ ઉમેદવાર જ્યોતિબેન સોલંકીનો વિજય થયો છે. નોંધનીય છે કે, મત ગણતરી શરૂ થયા બાદ સતત એશ્રા પટેલ પાછળ ચાલતી જોવા મળી હતી. એશ્રા પટેલને તેની નજીકની ઉમેદવાર જ્યોતિબેન સોલંકી સામે 129 મતથી હારી હતી.

છોટાઉદેપુરના સંખેડા તાલુકાની કાવીઠા ગામ પંચાયતના સરપંચ પદ માટે મોડલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી હતી. મોડલ એશ્રા પટેલ ગામના લોકોને સેવા કરવા માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું તેમજ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં માદરેવતન કાવીઠામાં રહેવાનો અનુભવ લીધો અને લોકડાઉનમાં કેટલાક લોકોને કોરોના થયો, ત્યારે સારવાર માટે પૈસા ન હતા આટલું જ નહીં દવાખાને લઇ જવાવાળું ન હતું. એ લોકોને તો એ પણ ખબર ન હતી કે, કોરોના શું છે, પણ એ લોકો ઝઝૂમી રહ્યા હતા, તેને જોઈને મને લાગ્યું કે, મારાથી બને તેટલી હું મદદ કરું. ચોમાસામાં એટલો બધો વરસાદ પડ્યો ત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાકના ઘરમાંથી પાણી ટપકતું હતું, અહીંના મોટાભાગના લોકોને 6 મહિના સુધી ઘરે બેસી રહેવું પડે, બધા મજૂરી પર જીવવાવાળા છે.

મોડલ સામે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાઈ હતી રવિવારે મતદાન થયા બાદ સાંજે તેના હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનોજભાઈ અને તેના પુત્ર અજયભાઈનું જાતિ વિષયક અપમાન કરવા બદલ એશ્રા પટેલ સહિત 12 વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ સંખેડા પોલીસ મથકે નોંધાઈ હતી. સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયતની મત ગણતરી શરૂ થયા બાદ સતત એશ્રા પટેલ પાછળ ચાલતી જોવા મળી હતી. મતદાન મથકે એશ્રા પટેલને 430 મત મળ્યા હતા. જ્યારે તેના હરીફ ઉમેદવાર જ્યોતિબેન મનોજભાઈ સોલંકીને 559 મત મળ્યા હતા. દક્ષાબેન દેશમુખને 88 મત અને મુસીબેન ભીલને 380 મત મળ્યા હતા. નોટામાં 7 મત અને રદ્દ થયેલા મત 135 હતા. એશ્રા પટેલને તેની નજીકની ઉમેદવાર જ્યોતિબેન સોલંકી સામે 129 મતથી હારી હતી.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી