Banaskantha: અખંડ ભારતનું સ્વપ્નું પૂરું થયું – શશીકાંત પંડ્યા

dnaindia.com

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટી જતા સૌથી વધુ ખુશી ડીસાના ભાજપના ધારાસભ્યને થઈ હતી. 2011માં 26 જાન્યુઆરીના દિવસે શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવવા જનાર ડીસા ધારાસભ્ય શશીકાંત પડ્યાને કાશ્મીર પોલીસે બેરહમીથી માર માર્યો હતો. અને પોલીસ કેસ દાખલ કરી લોક અપમાં પૂર્યા હતા.

જોકે આજે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાનો નિર્ણય ઐતિહાસિક બન્યો હતો. જમ્મૂ કાશ્મીરમાં જે રિયાસત શબ્દ લાગતો હતો તે પણ આજે નીકળી ગયો છે. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલનું અખંડ ભારતનું સ્વપ્ન આજે પૂરું થયાનો અહેસાહ થયો છે.

370ની કલમ હતી એટલે શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવવો એ ગુનો બનતો હતો જોકે આ કલમ દૂર થતાં હવે ભારતનો કોઈ પણ નાગરિક ત્યાં શાનથી ત્રિરંગો ફરકાવી શકે છે. જોકે સરકારના આ નિર્ણયને સમગ્ર દેશે વધાવી લીધો છે અને આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી થઈ રહી છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી