કાશી વિશ્વનાથમાં લાગૂ થશે ડ્રેસ કોડ, શિવલિંગને સ્પર્શ કરવા આ કપડાં પહેરવા પડશે…

ઉજ્જૈનના મહાકાલ મંદિરની જેમ જ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ હવે જીન્સ-પેન્ટ પહેરીને શિવલિંગને સ્પર્શી નહિ શકશે. જોકે, તેઓ જીન્સ-પેન્ટમાં દર્શન કરી શકશે. પણ શિવલિંગને સ્પર્શ નહિ કરી શકે. આ નિર્ણય રવિવારના પોજ મંદિર બોર્ડ પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો છે.

જોકે, મંદિર બોર્ડ તરફથી આ બાબતે કોઈ ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. પણ માનવામાં આવી રહ્યું છે કે. નવા ડ્રેસ કોડની સિસ્ટમ આ શિવરાત્રિથી લાગૂ થઈ જશે. જાણકારી અનુસાર, ડ્રેસ કોડનું પાલન કરનારા શ્રદ્ધાળુઓ જ શિવલિંગને સ્પર્શ કરી શકશે.

કાશી વિશ્વનાથ મંદીર કાશી નગરનું મુખ્ય મંદિર છે. મંદિરની ઉપર સુવર્ણ કળશ ચડાયેલ છે. જેનું લોકાર્પણ પંજાબ નરેશ મહારાજા રણજિતસિંહે કરેલ છે. મંદિરની સામે સભામંડપ છે. મંડપની પશ્ચિમ દિશાએ દંડપાણેશ્વરનું મંદિર છે.

મંદિરના પ્રાંગણમાં એક બાજુ સૌભાગ્યગૌરી તથા ગણેશજી બીજી બાજુએ શૃંગારગૌરી અવિમુકતેશ્વર મંદિર તથા સત્યનારાયણદેવનાં મંદિર આવેલાં છે. દંડપાણેશ્વર મંદિરની પશ્ચિમે શનૈશ્ચરાય મહાદેવ છે. દ્વાદશ જ્યોર્તિલિંગમાંનું વિશ્વેશ્વર લિંગ અહીં છે.

અહીંની વિશેષતાઓ એ છે કે અહીંના લિંગની બેઠક શંખના આકારની નથી, પરંતુ ચોરસ આકારની છે. આમાંથી પાણી નીકળવાનો કોઇ માર્ગ નથી અને એટલે લોટાથી પાણી ઊલેચી કાઢવું પડે છે. કારતક સુદ 14 તથા મહાશિવરાત્રિના દિવસે વિશ્વેશ્વરનું પૂજન અર્ચન કરનાર કરાવનારનો મોક્ષ થાય છે.

 5 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર