કેશોદમાં જેતપુર ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર દારૂ સાથે ઝડપાયા..

પોલીસે દારૂની સાત બોટલો જપ્ત કરી હાથ ધરી તપાસ

રાજ્યમાં હવે દારૂની હેરાફેરી એસટી બસોમાં થવા લાગી છે. ત્રણ મહિના પહેલા જામનગર જિલ્લાના ધ્રોળ એસટી ડેપો પરથી એક એસ.ટી. ડ્રાઇવરને આઠ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીના જથ્થા સાથે પકડી પાડયો હતો. ત્યારે હવે  જૂનાગઢમાં કેશોદ પોલીસે ડ્રાઇવર તેમજ કંડક્ટરને દારૂની સાત બોટલો સાથે ઝડપી પાડ્યા છે. જેતપુર ડેપોની જુનાગઢ – સોમનાથની બસની તપાસ હાથ ધરતા દારૂ મળી આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે કેશોદ પોલીસે બાતમીના આધારે ગુરુવારે રાત્રે જેતપુર ડેપોની દીવ-જેતપુર બસની તપાસ હાથધરી હતી. જેના પગલે બસના ડ્રાઈવરના થેલામાંથી 7 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે ડ્રાઈવર, કંડક્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. દીવથી દારૂની બસમાં હેરાફેળી થતી હોવાની બીજી ઘટના સામે આવી હતી.

કેશોદ પોલીસની ટીમે ડ્રાઈવ પાસેથી મોબાઈલ રોકડ સહિત કુલ 24 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, રાતના સમયે એસટી બસનો ડ્રાઈવર દારૂના જથ્થા સાથે ઝડપાતા બસના મુસાફરો રસ્તા વચ્ચે રઝડી પડ્યા હતા. જોકે, મોડી રાત્રે પેસેન્જરોને બીજી એસ.ટી.મારફતે રવાના કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી અલ્કેશ જીવરાજ મૂળિયાં, રાજસિંહ હરદાસ દિવરાણીયા, રાજેશ ડાયા ગોરડ વધુ તપાસ હાથધરી હતી.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી